KUTCHMUNDRA

શ્રી માધાપર જખ બૌતેરા સંઘ “જખ મંદિર” માઘાપર દ્વારા જખદાદાના લગ્નઆશિષ યોજના અંતગર્ત નવમાં લગ્ન સાજન–માજનની ઉપસ્થિતિમાં યોજાયા.

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

શ્રી માધાપર જખ બૌતેરા સંઘ “જખ મંદિર” માઘાપર દ્વારા જખદાદાના લગ્નઆશિષ યોજના અંતગર્ત નવમાં લગ્ન સાજન–માજનની ઉપસ્થિતિમાં યોજાયા.

 

મુંદરા, તા. 10 માર્ચ 2026:

ભુજ શહેરની સમીપે આવેલ માઘાપર મુકામે શ્રી માધાપર જખ બૌતેરા સંઘ સંચાલીત ૧૫૦ થી ૨૦૦ વર્ષ જુના પૌરાણીક જખ મંદિરમાં દર્શન કરવા માટે સમગ્ર કચ્છમાંથી અને કચ્છ બહારથી પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને શ્રધ્ધા અને ભકિતભાવ પૂવર્ક જખદાદાની સેવા અને પુજન અર્ચન કરે છે. ખુબ જ ટુકા ગાળામાં હરણફાળ ભરતી આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો નાત જાતના ભેદભાવ વગર કરવામાં આવે છે. જેનો જરૂરતમંદ લોકો બહોળી સંખ્યામાં લાભ લે છે.

 

શ્રી માધાપર જખ બૌતેરા સંઘ દ્વારા સામાજિક દાયિત્વ નિભાવવાના હેતુસર હિન્દુ સમાજના સામાન્ય ઘરના પરિવારો પોતાની વ્હાલસોયી દિકરી ના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેવા નાપડે અને દીકરીના વડીલો માનભેર પોતાની દીકરીના લગ્ન કરી શકે તે માટે જખદાદાના લગ્નઆશિષ યોજના થોડાક સમય પહેલા શરૂ કરવામાં આવી. આજરોજ નવમાં લગ્ન સાંયરા યક્ષ નિવાસી વસંતભાઈ વાળંદની સુપુત્રી ચિ. પુજા સંગે ભુજ તાલુકાના માધાપર નિવાસી પ્રેમજીભાઈ રાઠોડના સુપુત્ર ચિ. નંદિપ સંગાથે જખમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ તથા સમજન મહાજનની ઉપસ્થિતિમાં યોજાયા.

 

આ વિશે વધુ માહિતી આપતા શ્રી માધાપર જખબૌતેરા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નરેશભાઈ શાહે જણાવ્યુ હતુ કેઆજથી પંદર વરસ પહેલા અમારા વડીલ મુરબ્બી અનશનવ્રતધારી, જૈન સમાજ રત્નશ્રી તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલ મહાજન નું મામેરૂ યોજના થી પ્રેરીત થઈ અમારા ટ્રસ્ટ દ્વારા આજથી થોડાક મહિનાઅગાઉ જખ દાદાના લગ્નઆશિષ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતગર્ત સંસ્થા દ્વારા લગ્ન માટે હોલ, વર-વધુ ને તૈયાર થવા માટે ૨ રૂમ, ચોરી-મંડપ, મારાજ, બંને પક્ષે ૧૫૦ જણા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ હિન્દુ સમાજના પરિવારજનો આ યોજના અંતગર્ત પોતાની દિકરીના લગ્ન કરાવી મોંધા લગ્ન ચિંતામાંથી મુકિત મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યુ હતુ.

 

આ ઉપરાંત અમારી સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ધાસચારો, કબુતરને ચણ, કુતરાને રોટલા આપવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિના લોકો માટે સાદડી – બેસણા માટે સંસ્થા દ્વારાનિ:શુલ્ક હોલ આપવામાં આવે છે. સાથે સાથે બાળકો માટે બગીચાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ક.વી.ઓ. સમાજના વડીલો માટે માવતર નો મેળો યોજના શરૂ કરવામાં આવી છે.ઉપરાંત બહારથી કચ્છ ફરવા આવતા લોકાના ઉતારા માટે સ્વચ્છ અને સુંદર આધુનિક સુવિધાઓથી સુસજજ રાહત ભાવે અતિથિગૃહની પણ સગવડ કરવામાં આવી છે. જખ દાદાના દર્શનાર્થે આવતા યાત્રિકોને સુધ્ધ સાત્વીકવ્યાજબી ભાવે ભોજન મળે તે માટેઅમારી સંસ્થા દ્વારા“કે.કે.શાહ ભોજનાલય” લોકોની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે. અવાર નવાર વિના મુલ્યે મેડીકલ કેમ્પો તેમજ અન્ય સામાજીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. વિકલાંગ બાળકો માટે રહેવાની તથા જમવાની સગવડ અત્યંત રાહત દરે કરી આપવામાં આવે છે. રાષ્ટ્રહિતની લાગણીને ધ્યાનમાં લઈને આપણા દેશની રક્ષા કરતા વીર જવાનો પોતાના પરિવારજનો સાથે કચ્છ પધારે ત્યારે તેમના રહેવાની અને જવાની સગવડ વિના મુલ્યે કરી આપવામાં આવે છે

 

આ લગ્નોત્સવ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નરેશભાઈ શાહ, સંસ્થાના કર્મયોગી શ્રી પ્રવિણભાઈ સોની, શ્રી હિતેશભાઈ ગજજર વિગેરે ઉપસ્થિત રહી નવદંપતિને ભેટ સોગાદ તથા સુખી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી.

 

જખ દાદા મંદિરમાં ખુબ જ ટુંકા સમયમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને મંદિરને તિર્થધામની ઉપમા આપીને સુશોભીત કરવામાં સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી પ્રવીણભાઈ નંદુ, શ્રી ચીમનભાઈ ગમારા, શ્રી નરેશભાઈ શાહ, શ્રીમતી અંજુબેન  વગેરે જહેમત ઉઠાવીને લોક ઉપયોગી કાર્યો કરવામાં હંમેશા ચિંતીત હોય છે. એવું કાર્યાલય મંત્રી અંકિત ગાલાએ એક યાદીમાં જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!