KUTCHMUNDRA

મુંદરામાં ‘સ્વાસ્થ્ય સ્નેહમિલન’ સેમિનાર : દવા વગર રોગમુક્ત જીવન જીવવાની અનોખી તક

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

 

મુંદરામાં ‘સ્વાસ્થ્ય સ્નેહમિલન’ સેમિનાર : દવા વગર રોગમુક્ત જીવન જીવવાની અનોખી તક

 

મુંદરા,તા.30: આજની ભાગદોડભરી જિંદગીમાં બદલાતી જીવનશૈલીને કારણે અનેક લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે. સામાન્ય રીતે આપણે બીમારી માટે દવાઓ પર નિર્ભર રહીએ છીએ પરંતુ શું દવા વગર કાયમી ઉકેલ શક્ય છે? આ પ્રશ્નનો સચોટ જવાબ આપવા માટે મુંદરા ખાતે આગામી ૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ એક ખાસ ‘સ્વાસ્થ્ય સ્નેહમિલન’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. “દવા એ કાયમી ઉકેલ નથી, રોગને મૂળમાંથી હટાવીએ” ના ઉમદા હેતુ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા દવા વગરની જીવનશૈલી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

 

આ સેમિનારમાં ખાસ કરીને ગેસ, એસિડિટી, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા અને વિટામિન બી-૧૨ જેવી સમસ્યાઓથી પીડાતા લોકો માટે જીવનશૈલીમાં ફેરફાર કરીને કેવી રીતે સ્વસ્થ થઈ શકાય તેની વિસ્તૃત સમજ આપવામાં આવશે. આ ઉપરાંત જે લોકોએ કુદરતી પદ્ધતિથી અસાધ્ય રોગો પર વિજય મેળવ્યો છે તેમના લાઈવ અનુભવો પણ સાંભળવા મળશે. વજન વધારવા કે ઘટાડવા ઈચ્છતા લોકો અને ફિટનેસ પ્રેમીઓ માટે પણ આ સેશન ઘણું ઉપયોગી સાબિત થશે.

 

કાર્યક્રમની વિગતો:

 

સ્થળ: રોટરી હોલ, મુંદરા.

તારીખ: ૧-૧-૨૦૨૬, ગુરુવાર.

સમય: સાંજે ૪:૦૦ કલાકે.

આ સેમિનાર માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રસ ધરાવતા નાગરિકોએ રોટેરિયન અતુલ પંડ્યા (મો. ૯૭૨૬૬ ૦૦૨૫૫ / ૯૮૭૯૬ ૦૦૨૫૫) પર સંપર્ક કરી પોતાનું નામ નોંધાવી લેવા વિનંતી કરવામાં આવી છે. મુંદરાની જનતાને આ સેમિનારનો લાભ લઈ દવામુક્ત અને તંદુરસ્ત જીવન તરફ ડગ માંડવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!