
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ટેટ-1 પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર 10 પ્રશ્નોમાં ફેરફાર : 3 પ્રશ્નોમાં ગ્રેસિંગ અને 7 પ્રશ્નોના જવાબોમાં સુધારો
મુંદરા, તા. 17 જાન્યુઆરી 2026 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બર 2025 ના રોજ લેવાયેલી ટેટ-1 પરીક્ષાની ફાઈનલ આન્સર કી આજે તા. 17 જાન્યુઆરી 2026 ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારોએ નોંધાવેલા વાંધા-સૂચનોને ગંભીરતાથી ધ્યાને લઈ બોર્ડ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ફાઈનલ આન્સર કીમાં પ્રોવિઝનલ આન્સર કીની સરખામણીએ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
1. જવાબોમાં થયેલા સુધારા (કુલ 07 પ્રશ્નો)
બોર્ડ દ્વારા નિષ્ણાતોની સમિતિના અભિપ્રાય બાદ કુલ 7 પ્રશ્નોના જવાબોમાં ફેરફાર અથવા વધારાના વિકલ્પોને માન્યતા આપવામાં આવી છે:
પ્રશ્ન 30: પ્રોવિઝનલ માં ‘D’ હતો, જ્યારે ફાઇનલમાં ‘B & D’ (બંને સાચા) ગણાયા છે
પ્રશ્ન 45: પ્રોવિઝનલ માં ‘B’ હતો, જ્યારે ફાઇનલમાં ‘C’ કરવામાં આવ્યો છે
પ્રશ્ન 55: પ્રોવિઝનલ માં ‘D’ હતો, જ્યારે ફાઇનલમાં ‘A & D’ (બંને સાચા) ગણાયા છે
પ્રશ્ન 56: પ્રોવિઝનલ માં ‘B’ હતો, જ્યારે ફાઇનલમાં ‘B & D’ (બંને સાચા) ગણાયા છે
પ્રશ્ન 57: પ્રોવિઝનલ માં ‘B’ હતો, જ્યારે ફાઇનલમાં ‘B & D’ (બંને સાચા) ગણાયા છે
પ્રશ્ન 110: પ્રોવિઝનલ માં ‘A’ હતો, જ્યારે ફાઇનલમાં ‘A & D’ (બંને સાચા) ગણાયા છે
પ્રશ્ન 116: પ્રોવિઝનલ માં ‘B’ હતો, જ્યારે ફાઇનલમાં ‘B & D’ (બંને સાચા) ગણાયા છે
2. ગ્રેસિંગ (Grace) ગુણની ફાળવણી (કુલ 03 પ્રશ્નો)
નીચે દર્શાવેલ 3 પ્રશ્નોમાં ક્ષતિ અથવા વિકલ્પોની વિસંગતતા જણાતા, બોર્ડ દ્વારા આ પ્રશ્નો રદ કરી તમામ ઉમેદવારોને 1-1 માર્કનું ગ્રેસિંગ આપવાનો નિર્ણય લેવાયો છે:
પ્રશ્ન ક્રમાંક 21: (પ્રોવિઝનલ – D) → હવે ગ્રેસિંગ
પ્રશ્ન ક્રમાંક 72: (પ્રોવિઝનલ – C) → હવે ગ્રેસિંગ
પ્રશ્ન ક્રમાંક 105: (પ્રોવિઝનલ – D) → હવે ગ્રેસિંગ
પરિણામ અને ભરતીની આશા
આમ કુલ 10 પ્રશ્નોમાં થયેલા સુધારાને કારણે હજારો ઉમેદવારોના મેરિટ પર સીધી અસર જોવા મળશે. આન્સર કી જાહેર થતા જ ધોરણ 1 થી 5 ના પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારોમાં હવે પરિણામને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ઉમેદવારોએ પોતાની OMR શીટના આધારે ગુણની ગણતરી પણ શરૂ કરી દીધી છે.
શિક્ષણ જગતના નિષ્ણાતો અને ઉમેદવારોની પ્રબળ માંગ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયા બાદ કોઈ પણ વિલંબ કર્યા વિના સત્વરે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવે. જો સમયસર લાયક શિક્ષકોની નિમણૂક થશે તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર વધુ ઉંચું આવશે અને બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવાની દિશામાં વેગ મળશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com





