
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં રવિવારે સમસ્ત જૈન સમાજનું પ્રથમ ઐતિહાસિક સ્નેહમિલન યોજાશે: બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા અધ્યક્ષસ્થાને રહેશે
મુંદરા, તા. 4: મુંદરા શહેર અને તાલુકાના ઈતિહાસમાં સંભવત પ્રથમ વખત તમામ સંપ્રદાયના જૈન પરિવારોને એક તાંતણે બાંધતા ‘ઐતિહાસિક સ્નેહમિલન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. 5-4-2026, રવિવારના રોજ સાંજે 5:00 થી 9:30 કલાક દરમિયાન શક્તિનગર, ઝીરો પોઈન્ટ નજીક આવેલા સુરભી ગાર્ડન, નાના કપાયા ખાતે આ મહોત્સવ યોજાશે જેમાં કચ્છ જિલ્લાના રાજકીય, સામાજિક અને જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ સમારોહના પ્રમુખપદે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા બિરાજશે. કાર્યક્રમમાં મુખ્ય દાતા તરીકે અનશન વ્રતધારી સમાજરત્ન તારાચંદભાઈ જગશી છેડા પરિવાર (હસ્તે : હંસાબેન છેડા, કાંડાગરા – હાલે ભુજ)નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત, છાયાબેન વસંતભાઈ ડુંગરશી છેડા (રતાડીયા), માતુશ્રી ભાનુમતીબેન માવજીભાઈ મોરારજી દેઢીયા (મોટા કપાયા), દિનેશકુમાર કાંતિલાલ મહેતા (ચુનરી મોલ પરિવાર – થરાદવાલા), પરીનભાઈ દિલીપભાઈ ગાલા (મહાવીર ગ્રુપ, સાડાઉ) અને કરમશી વાઘજી ધરોડ (વાંકી) પરિવારોએ દાતા તરીકે સેવા આપી છે.
સમારોહમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, માંડવી-મુંદરાના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, ઉદ્યોગપતિ રાજેશભાઈ કુબડીયા, બિદડાના સામાજીક અગ્રણી કોમલભાઈ છેડા સવિશેષ અતિથિ તરીકે હાજર રહેશે. અન્ય મહાનુભાવોમાં અદાણી પોર્ટના CEO રક્ષિતભાઈ શાહ, ડેપા સુવિધા ગ્રુપના શાંતીભાઈ મારૂ, અહિંસાધામ, પ્રાગપરના મહેન્દ્રભાઈ સંગોઈ, ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પુંજ, વડાલા ઉદ્યોગપતિ કિશોરભાઈ સાવલા, મુંદરા અરિહંત ગ્રુપના ભોગીલાલભાઈ મહેતા, બેરાજા જૈન મહાજનના પ્રમુખ રાહુલભાઈ સાવલા, કોસમોસ બેંક સમસ્ત ગુજરાતના હેડ. જીતેન્દ્રભાઈ શાહ, ચાર્લી ચીકી ગ્રુપ, રામાણીયાના શાંતિલાલભાઈ સાવલા, એકટીવ કાર્ગો ગ્રુપ, હાલે ગાંધીધામના અનિલભાઈ ખોના, ગુજરાત સરકારના પુર્વ નાણાંમંત્રી બાબુભાઈ મેઘજી શાહ, અને પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા (રાપર) તથા મુકેશભાઈ ઝવેરી (ભુજ) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. આ અવસરે જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ હિંમતલાલભાઈ ખંડોલ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રેશ્માબેન જીતુભાઇ ઝવેરીનું વિશેષ સન્માન કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન નીશાબેન સંઘવી અને સાથી કલાકારો સંગીતની પ્રસ્તુતિ કરશે, જ્યારે સમગ્ર સંચાલન ધીરજભાઈ માવજી છેડા (એકલવીર, ડેપા) દ્વારા કરવામાં આવશે. આ ઐતિહાસિક અવસરને સફળ બનાવવા મુંદરા શહેર અને તાલુકા સમસ્ત જૈન સમાજની કોર કમિટી ભારે જહેમત ઉઠાવી રહી છે. આ આયોજનમાં તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના જૈન પરિવારોને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




