
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથક હદ વિસ્તારનાં ગામડાઓ સહીત સાપુતારા નવાગામ ખાતે થયેલી ચોરીની ઘટના બાદ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા નવાગામનાં સરહદીય વિસ્તારમાં ચેકપોસ્ટ ઉભી કરી છે.આ પગલાથી નવાગામના ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે.આ માર્ગ પરથી કેટલાક બુટલેગરો તથા ગુટખાચોરો સહેલાઈથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં તથા ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પસાર થતા હતા.પરંતુ હાલમાં સાપુતારા પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભુ કરાવી દેવામાં આવતા બુટલેગરો તથા ગુટખા ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.નવાગામના ગ્રામજનોએ સાપુતારા પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.અને પોલીસની આ સરાહનીય કામગીરી બદલ ગ્રામજનોએ સાપુતારા પોલીસનો આભાર વ્યકત કર્યો હતો..




