KUTCHMUNDRA

મુન્દ્રાની સરકારી દવાખાનામાં સમયસર સુવાવડ કરાવી માતા અને બાળકની જિંદગી બચાવાઇ

23-મે

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

શૂન્યતમ ગર્ભજળની પરિસ્થિતિ, માઇનર થેલેસેમિયા તથા હાઇ બ્લડ પ્રેસરવાળી પ્રસૂતાની નોર્મલ ડિલિવરી કરાવાઈ

મર્યાદિત સ્ટાફ અને બંધ સોનોગ્રાફી મશીન આરોગ્ય સેવામાં અડચણરૂપ

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 6 માસથી એક જ ડોકટર હોઈ વધુ ડોકટરોની નિમણુંક કરવા તથા 30માંથી 50 બેડની સુવિધા ઉભી કરવાથી સમસ્યા હલ થઈ શકે

રતાડીયા (ગણેશવાલા), મુન્દ્રા કચ્છ :- તાજેતરમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર મુન્દ્રા ખાતે બપોરના ભાગે સોનોગ્રાફી રિપોર્ટ લઈને રોશનબેન કાસમ નામની સગર્ભા મહિલા ડિલિવરી કરાવવા માટે આવેલ જેનો સોનોગ્રાફી રિપોર્ટ જોતા તેને અનહાઈડ્રોમ્નીઓસ એટલે કે શૂન્યતમ ગર્ભજળની પરિસ્થિતિ દર્શાવેલ હતી. તેમજ દર્દી પોતે માઇનર થેલેસેમિયા ગ્રસ્ત હતું તથા હિમોગ્લોબીન 8.5% હતું અને તેનું બ્લડપ્રેશર પણ 150/100 સુધી પહોંચી ગયું હતું જ્યારે બાળકના ધબકારા 180-190 સુધી પહોંચતા કેન્દ્રના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.ભાર્ગવ મોડ (ગઢવી) દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તરત જ ડીલેવરી માટે પ્રયાસ હાથ ધરવામાં આવતા ચાર પાંચ કલાકની અથાગ મહેનત બાદ કેન્દ્રના સ્ટાફ નર્સ શહેનાઝબેન અને આયાબહેનોના સહકારથી પ્રસૂતાની નોર્મલ ડિલિવરી કરીને માતા અને બાળકનો જીવ બચાવી લેવામાં આવતા પરિવારજનોએ આભાર માન્યો હતો.સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. ભાર્ગવે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે કેન્દ્રમાં છેલ્લા એક વર્ષથી સિઝેરિયન ઓપરેશન બંધ હતા જે છેલ્લા ત્રણ – ચાર મહિનાથી દર મહિને બે થી ત્રણ સિઝેરિયન ઓપરેશન કરવામાં આવે છે તેમ જ વધારે હાઈરિસ્ક ડિલિવરીના લક્ષણો વાળી પ્રસૂતાને ફ્રીમાં ભુજ જનરલ હોસ્પિટલ ખાતે મોકલવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.મંથન ફફલે જણાવ્યું હતું કે હાલમાં સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં છે જેના માટે કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ મર્યાદિત સ્ટાફના કારણે અમુક સમયે આરોગ્ય સેવા આપવા માટે અડચણો ઊભી થાય છે હાલની સામુહિક આરોગ્ય કેન્દ્રની પથારીનું મહેકમ 30માંથી 50 બેડનું કરવામાં આવે તો સ્ટાફ તેમજ ડોક્ટરની સંખ્યામાં વધારો થઈ શકે તથા હાલમાં દાંતરોગના સર્જન (ડેન્ટિસ્ટ)ની પણ નિમણુંક થઈ ગયેલ હોઇ દંત ચિકિત્સકની સેવાઓનો લાભ લેવા લોકોને અપીલ કરી હતી.હાઇરીક્સ પ્રેગ્નન્સીના કિસ્સાઓમાં તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફ દ્વારા પણ અવાર નવાર સાથ સહકાર મળતો રહે છે એમ જણાવી મુન્દ્રા ખાતે તબીબી અધિકારી તરીકે છેલ્લા 6 મહિનાથી માત્ર એક જ ડોક્ટર કાર્યરત હોઇ તેના લીધે આરોગ્ય સેવાઓ આપવામાં તકલીફો થાય છે જો બીજા તબીબી અધિકારીની નિમણુંક કરવામાં આવે તો લોકોને વધુ સારી આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવી શકાય.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!