વડોદરા દિવાળીપુરા કોર્ટ મા વકીલ અને પોલીસ અધિકારી વચ્ચે થયેલ ઘર્ષણ ના મુદ્દે
વિજાપુર બાર એસોસિયેશન દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વડોદરા દિવાળીપુરા કોર્ટ મા પોલીસ અધિકારી અને વકીલ વચ્ચે થયેલ ઘર્ષણ ના મુદ્દે વિજાપુર બાર એસોસિયેશન દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો. વડોદરા દિવાળીપુરા કોર્ટ મા ગઈ કાલે સોમવારે વકીલ અસીલ સાથે સરન્ડર અરજી દાખલ કરવા ગયા હતા. વકીલ દ્વારા કાયદાકીય અને તર્ક સંગત દલીલો ને લઈ પોલીસ અધિકારી અને વકીલ વચ્ચે કોર્ટરૂમ બહાર તું તું મેમે સર્જાઇ હતી. જેમાં પોલીસ અધિકારી કોન્સ્ટેબલ સહિત વકીલ ને ઘેરી ગાળો બોલી થપ્પડ મારી વકીલ સાથે જપા જપી સર્જી હતી. જે હવે પોલીસ FIR નોંધવાની આનાકાની કરી રહ્યા છે. વકીલ અને પોલીસ વચ્ચે થયેલ આ ઘર્ષણ મા બંને સામ સામી આવી જતા અને વકીલ ને થપ્પડ માર્યા ના અપમાન જનક બનાવ ને લઈ ગુજરાત બાર કાઉન્સિલ અને રાજ્ય ના તમામ જીલ્લા અને તાલુકા ના બાર એસસિયેશન ને લેખીત રજુઆત અને ઠરાવ કરવાની જાણ કરતા વિજાપુર બાર એસોસિયેશન દ્વારા કાળી પટ્ટી બાંધી પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહી ની માંગ કરી ઠરાવ કરવામાં આવ્યો હતો.





