
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ગુંદાલા કન્યા પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજન યોજાયું
રતાડીયા,તા.21: મુંદરા તાલુકાની ગુંદાલા કન્યા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમ અંતર્ગત ‘તિથિ ભોજન’નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. દાફડા રાજેશભાઈ લીલાધરભાઈની પુણ્યસ્મૃતિમાં રસીલાબેન રાજેશભાઈ તથા પરિવાર તરફથી શાળાની તમામ દીકરીઓને પૌષ્ટિક અને ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું.
શિયાળાની કકડતી ઠંડીની ઋતુમાં ગરમાગરમ અને શુદ્ધ સાત્વિક આહાર મળતા શાળાની કન્યાઓના ચહેરા પર અનેરો આનંદ અને ખુશી જોવા મળી હતી. દાતા પરિવારનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને સમાજમાં અન્ય લોકો પણ આવી રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં મદદરૂપ થવા પ્રેરણા મળે તેવો રહ્યો હતો. દીકરીઓની તંદુરસ્તી અને પોષણને પ્રાધાન્ય આપતા આ આયોજનની પ્રશંસા કરતા શાળાના આચાર્યા ભાવનાબેન મકવાણાએ દાફડા પરિવારનો આભાર માન્યો હતો.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




