NAVSARI

નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે. નિરાલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે. કે. નિરાલાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ, નવસારી ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇ, નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. નવસારી જિલ્લા સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવ શ્રી કે. કે. નિરાલાએ પુરવઠા વિભાગ, આરોગ્ય, પાણી પુરવઠા, આઈ.સી.ડી.એસ., નગરપાલિકા,  પ્રાકૃતિક કૃષિ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આગામી સમયમાં પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરી, પાણી પુરવઠાની યોજનાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળની સપાટીમાં વધારો કરવા આગવું આયોજન કરવા જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં કુપોષણની સ્થિતિ અંગેની ચર્ચા કરી સૌના સહયોગથી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા અનુરોધ કર્યો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમામ શાળાઓમાં સાફસફાઇ પ્રત્યે શિક્ષકોએ વિશેષ કાળજી રાખવા તેમજ લોક-પ્રતિનિધિઓના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા જણાવ્યું હતું.
<span;>પ્રભારી સચિવશ્રીએ સ્વચ્છતા અભિયાન દરમિયાન કરેલી કામગીરી, સરકારી કચેરીઓમાં કરવામાં આવેલી સ્વચ્છતા કામગીરીઓ, વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર, પૂર્ણા ટાઈડલ ડેમ, પ્રાકૃતિક ખેતી, અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી, પુરવઠા વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવતાં ફોર્ટિફાઇડ ચોખા અને મીઠું, ‘સક્ષમ યુવિકા પ્રોજેક્ટ’ અને તેની સિદ્ધિઓ, વિકસીત સંકલ્પયાત્રા, PM JANMAN અભિયાનો દરમિયાન કરવામાં આવેલી કામગીરીઓ બાબતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
<span;> આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ,  પ્રાયોજના વહીવટદારશ્રી આનન્દુ સુરેશ ગોવિંદ, અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ઝાલા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!