BHUJKUTCH

બહેનો આત્મનિર્ભર થાય તે હેતુ થી પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક બેઝિક બ્યૂટી પાર્લર કોર્ષ તથા દુલ્હન મેકઅપ સેમીનાર યોજાયો

29-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા એક મહિના માટે નિશુલ્ક બેઝિક બ્યૂટી પાર્લર કોર્ષ નું આયોજન ભુજ માં બેન્કર્ષ કોલોની માં આવેલ પ્રખ્યાત ફૈરી લેન્ડ પાર્લર સાથે મળી 21 થી વધુ બહેનો ને તાલીમ આપવામાં આવી, તાલીમ આપનાર જેમને 30 વર્ષ થી વધુ નો અનુભવ એવા જીજ્ઞા બેન તથા વંદના બેન અને તેમના આસિસ્ટન્ટ નિધિ બેન તથા છાયા બેન દ્વારા મળેલ હતી તથા એક દિવસીય દુલ્હન મેક અપ સેમીનાર નુ આયોજન કરવામાં આવ્યું જેમાં તાલીમ આપનાર અંજાર થી કાજલ આસોડીયા જેમને 20 વર્ષ થી વધુનો અનુભવ છે, આ સેમિનાર માં 50 થી વધુ બહેનો એ લાભ લીધેલ હતો જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી મયુર સી. ગોહિલ, ટીના બેન ગોર, ટવીંકલ ગોસ્વામી, ચૈતાલી બેન, કેવિન વોરા, ભરત સોની ના નેજા હેઠળ આયોજન થયું . ભગત શ્રી દીપ પ્રાગટ્ય કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પારુલ બેન કારા, મહેમાનો એવા વંદના બેન ગાંધી,કિરણ બેન ગોર, કાજલ બેન આસોડિયા, પ્રિયાબેન ચાવડા, રાવણ ચૌહાણ.પારૂલ બેન દ્વારા બહેનો ને ખાસ આગળ વધવું જોઈએ અને પોતાના પગભર થવું જોઈએ એવું જણાવેલ હતું અને પરિવર્તન ફાઉન્ડેશન રાજ્ય સ્તરે નામના કરે અને લોકો ને સહયોગ આવી રીતે જ આપતા રહે તેવી શુભેકછા પાઠવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!