BSFએ કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઇન, ચરસના ત્રણ અલગ અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયામાં BSFએ 150થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે.BSFના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
છેલ્લા કેટલાક સમયથી કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવે છે. મરીન કમાન્ડોની ટીમને કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન યક્ષ મંદિર પાસેથી ચરસના 10 પેકેટ મળ્યા હતા. આ પહેલા સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં એક કોથળો મળી આવ્યો હતો જેમાંથી 10 પેકેટ ચરસના મળ્યા હતા. ચરસના પેકેટને જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




