AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં રૂ.૩૨૫૨.૯૨ના ખર્ચે ૬૮૦ કામોને મંજૂરીની મહોર મારતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુવરજીભાઇ હળપતિ.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

*જિલ્લાના અમલીકરણ અધિકારીઓને પારદર્શક વહીવટની હિમાયત કરતાં પ્રભારી મંત્રીશ્રી :*

*અધિકારી/પદાધિકારીઓને જિલ્લાના પ્રશ્નો બાબતે પરસ્પર સંકલન સાથે મંત્રીશ્રી કક્ષાએ ધ્યાન દોરવાની અપીલ કરતાં પ્રભારી મંત્રીશ્રી:*

*વઘઈ ખાતે પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઇ ડાંગ જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક :*

ડાંગ જિલ્લાના કોઈ પણ પ્રશ્ન બાબતે જિલ્લાના અધિકારી/પદાધિકારીઓ પરસ્પર સંકલન અને સહયોગ સાથે, પ્રથમ પ્રભારી મંત્રી કક્ષાએ ધ્યાન દોરે તે આવશ્યક છે તેમ જણાવતા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિએ સ્પસ્ટપણે જણાવ્યુ હતું.

તાલુકા સેવા સદન, વઘઇ ખાતે યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં સને ૨૦૨૫/૨૬ની ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની રૂ.૨૬૧૭.૭૦ની સંભવિત જોગવાઈ સામે, રૂ.૩૨૫૨.૯૨ના ખર્ચે હાથ ધરાનારા ૬૮૦ કામોના કુલ આયોજનને મંજૂરીની મહોર મારતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિએ, સને ૨૦૨૩/૨૪ થી ૨૦૨૪/૨૫ના મંજૂર થયેલા કામો પૈકી, શરૂ ન થઈ શકેલા કે પ્રગતિ હેઠળના કામોની ભૌતિક અને નાણાંકીય સિદ્ધિની સમીક્ષા પણ હાથ ધરી હતી. તેમણે ગત બેઠકની કાર્યવાહી નોંધને પણ આ વેળા બહાલી આપી હતી.

આગામી  નવા મંજૂર થયેલા કામો પૂર્ણ કરી પ્રજાર્પણ કરવાની હિમાયત કરતાં પ્રભારી મંત્રીશ્રીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખૂબ જ ઉદારભાવ રાખી, ડાંગ જેવા વિશિસ્ટ ભૌગૌલિક પરિસ્થિતી ધરાવતા જિલ્લાના ખેડૂતો માટે, બોર સાથે સોલારની સુવિધા આપવાની તત્પરતા દર્શાવી છે, ત્યારે ખેડૂતો ખેતીક્ષેત્રે વધુ ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને તેવા રાજ્ય સરકારના ઉદ્દેશને ધ્યાને લઈને, આયોજન/ફેર દરખાસ્ત કરવાની પણ સૂચના આપી હતી. અમલીકરણ અધિકારીઓને કોઈ પણ યોજના કે લાભાર્થીઓનું ડુપ્લિકેશન ન થાય તેની તકેદારી, પાણીની સુવિધા માટે નવી દરખાસ્ત રજુ કરવી, રોજગાર કચેરી તરફથી બેરોજગારોને યોગ્ય તાલીમ આપવી, સખીમંડળની બહેનોને આજીવિકાને લગતી તાલીમ આપવી, આંગણવાડીને લગતા બાંધકામો, મધ્યાહન ભોજનના શેડને લગતા કામો, શિક્ષણ માટે છાત્રાલયો ઉભી કરી ભૌતિક સુવિધાઓનો વધારો કરવો, એફ.આર.એ ના ખેડૂતોને જમીન સમથળ કરી આપવા અને ખેડૂતોને સરળતાથી લાભ મળી રહે તે અંગેનું આયોજન કરવું. આમ, મંત્રીશ્રીએ, સૌ અધિકારી/પદાધિકારીઓને બિન વિવાદાસ્પદ રીતે કામગીરી કરવાની તાકીદ કરી હતી. વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કે શુભારંભ કાર્યક્રમ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓની સૂચક હાજરી જરૂરી છે તેમ જણાવતા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, વિકાસ કામોમાં અવરોધ સર્જતા સ્થાનિક પ્રશ્ને, પદાધિકારીઓનું ધ્યાન દોરવાની પણ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. સ્થાનિક પ્રશ્ને જિલ્લાના પદાધિકારીઓ સાથે પરામર્શ કરવાથી ઘણા પ્રશ્નોનું નિરાકરણ મળી શકે, તેવો મત વ્યક્ત કર્યો હતો.. બેઠકમાં સમિતિ સભ્યો સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન, સહિત તાલુકા પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ સહિત ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદ પાટિલ, સહિત જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીશ્રીઓ, જુદી જુદી કચેરીઓના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!