GUJARATMEHSANAVISNAGAR

વિજાપુર ઉમિયા નગર ગયેલ બાઈક ચાલક યુવકે રમતા બાળક ને બાઈક ની ટક્કર મારી અકસ્માતની ટોળા મા ઉભેલા યુવકે બાઈક ચાલક ને મારમારી ઈજાઓ કરતા બંને પક્ષે ફરીયાદ નોંધાવી

વિજાપુર ઉમિયા નગર ગયેલ બાઈક ચાલક યુવકે રમતા બાળક ને બાઈક ની ટક્કર મારી અકસ્માતની ટોળા મા ઉભેલા યુવકે બાઈક ચાલક ને મારમારી ઈજાઓ કરતા બંને પક્ષે ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગઇ સાંજે ઉમિયા નગર મા બકરા જોવા ગયેલ યુવકના બાઈકને મહોલ્લાહ રમી રહેલ પાંચ વર્ષનો બાળક અથડાઈ જતા બાળકના મોઢા ઉપર ઈજાઓ થઈ હતી. જેને લઇને આસપાસ ના લોકોનુ ટોળુ એકઠુ થયુ હતુ જેમાંથી ઉભેલા પૈકી એક યુવકે હાથમાં નુ લૈલું શરીર ના ભાગે મારતા ઈજાઓ કરી હતી બાઈક ચાલકે માર મારનાર યુવક સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે જ્યારે સામે પક્ષે બાઈક ચાલકે પોતાની મોટર સાયકલ ગફલત ભરી હંકારી બાળકને ટક્કર મારી મોઢાના ભાગે ઈજાઓ કરતા અકસ્માત કરી જતા રહ્યા ની પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે બંને પક્ષોની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કસાઈ વાડા રહેતા નિઝામુદ્દીન ઇસ્માઇલ ભાઈ કુરેશી પોતાનું બાઈક નંબર જીજે 02 ડી.એન 9951 લઇને ગઈ સાંજે બકરા જોવા ઉમિયા નગર ગયા હતા તે સમયે પરત ફરતા મોહલ્લાહ મા રમતો બાળક બાઇક સાથે અથડાઈ જતા બાળકના મોઢા ના ભાગે ઇજાઓ થઇ હતી જેને લઇને ટોળુ ભેગુ થયું હતું જેમાં મેહુલ પટેલ નામના યુવકે બાઈક ચાલક નિઝામુદ્દીન કુરેશી ને માથાના વાળ પકડી ચણતર વપરાશ ના લેલું વડે શરીર ના ભાગે મારમારી ગડદા પાટુ કરી ઈજાઓ કરતા સારવાર માટે દવાખાને લાવવા મા આવ્યો હતો. જ્યારે અકસ્માત મા ઈજા પામનાર અઢી વર્ષના બાળક વિયાંશ પટેલ ને વધુ ઈજાઓ ના કારણે યશ હોસ્પીટલ મા પ્રાથમિક સારવાર બાદ હિંમતનગર લઇ જવાયો હતો જેમાં અકસ્માત કરનાર બાઈક ચાલક સામે ગોટુ ભાઈ શાંકા ભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે જ્યારે સામે પક્ષે નિઝામુદ્દીન કુરેશી એ મેહુલ પટેલ નામના યુવક સામે જાન થી મારી નાખવા ની ધમકી ગડદા પાટુ શરીર ના ભાગે ઈજાઓ કરી હોવા બાબતે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!