અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ પહાડીયા ગામના કિશોરવયના યુવકનો મૃતદેહ બોરસી વળાંકમાં આંબાની ઝાડ નીચે ગળાફાસો ખાધેલી હાલતમાં જોવા મળતા ચકચાર, મૃત્યુનું કારણ અકબંધ
જિલ્લામાં છેલ્લા કેટલાય સમય થી ગળાફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે, કોઈ અગમ્ય કારણો સર ક્યાંક ને ક્યાંક પોતાના જીવને ભગવાન ભરોસે કરી દેતા હોય છે અથવા કોઈ અન્ય કારણો ને કારણે આવી ઘટનાઓમાં અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે ત્યારે ફળી એક એવી ઘટના સામે આવી છે
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહાડીયા ગામના વતની અને કિશોરવય ની 15 વર્ષીય ઉંમર ધરાવતો યુવકનો મૃત દેહ પહાડીયા નજીક બોરસી વળાંક માં એક આંબાના ઝાડ નીચે લટકતી હાલતમાં અને ગળાફાસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર જવા પાણી છે
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગળાફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે કિશોરવયનો યુવક ડામોર હિતેશભાઈ હકરાભાઈ ઉંમર 15 વર્ષ ગામ પહાડીયા (પંચાલ )ગામના કિશોરવય ના યુવકનો આંબાની ઝાડ નીચે મૃત દેહ ગળાફાસો ખાધેલી હાલતમાં જોવા મળતા ચકચાર જવા પામી હતી. આ બાબતે ઇસરી પોલીસ ને ઘટના ની જાણ થતા ઇસરી પોલિસ ઘટના સ્થળે પોહચી પંચનામું કરી લાશને નીચે ઉતારી પી એમ માટે ઇસરી આરોગ્ય ખાતે લાવામાં આવી હતી સમગ્ર ઘટના નું કારણ હજુ અકબંધ છે. ઇસરી પોલીસ ઘટના ને લઇ વધુ તપાસ હાથ ધરી છે