BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

APMC માર્કેટમાં સફાઈનો અભાવ: ભરૂચના વેપારીઓ આક્રોશમાં, કાનૂની કાર્યવાહીની ચીમકી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એપીએમસી શાકભાજી અને ફળ બજારમાં સફાઈ વ્યવસ્થાના અભાવે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બજારમાં લગભગ 400 વેપારીઓ રોજગારી મેળવે છે. વેપારીઓનું કહેવું છે કે તેઓ કરોડો રૂપિયાનો માર્કેટ ચાર્જ ચૂકવે છે. આમ છતાં, બજારમાં કોઈ સુવિધાઓ કે વિકાસ કાર્યો થતા નથી. બજારમાં ગંદકી અને દુર્ગંધનું પ્રમાણ વધ્યું છે. ભરૂચ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણાએ આજે બજારની મુલાકાત લીધી. તેમણે બજારની સ્થિતિ જોઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતા ચાર્જનો ઉપયોગ ક્યાં થાય છે તે મોટો પ્રશ્ન છે. રાણાએ ચેતવણી આપી છે કે જો એપીએમસી સંચાલન દ્વારા તાત્કાલિક સુધારાત્મક પગલાં નહીં લેવાય તો સંઘ કાનૂની માર્ગ અપનાવશે.

Back to top button
error: Content is protected !!