મોગરી ગામ ખાતે “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત રેલી યોજાઈ
૧૨૫ ઉપરાંત વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આ કાર્યક્રમમાં જોડાયા
👍
તાહિર મેમણ : આણંદ – 04/01/2025 મોગરી ગામ ખાતે આણંદ આર્ટ્સ કોલેજના એન.એસ.એસ.ના વિધાર્થીઓનો કેમ્પ ચાલી રહયો છે, ત્યારે નશા મુક્ત ભારત અભિયાન કમિટીના સભ્ય સચિવ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.પી ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડૉ. મુકેશભાઈ જોષી, એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર આણંદ આર્ટ્સ કોલેજના સહયોગથી વિધાર્થીઓ દ્વારા મોગરી ગામના મુખ્ય માર્ગ પર રેલી યોજી નશા મુક્ત અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓએ નશામુક્ત અંગેના વિવિધ સૂત્રોચાર, બેનર પ્રદર્શન કરીને ગામજનોને નશાથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું અને નશાના પ્રકાર અને નશાથી થતું સામાજિક, આર્થિક, માનસિક નુકસાન દર્શાવતા ટેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
નશો ન કરવા અને નશા થી દૂર રહેવા ગ્રામજનોને જણાવવામાં આવ્યું હતું.
આ રેલીમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકર, નશાબંધી વિભાગના પી.એસ.આઈ, આણંદ આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર ડૉ. મુકેશભાઈ જોષી તથા પ્રોફેસરશ્રીઓ અને ૧૨૫ ઉપરાંત વિધાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા.