DAHODGUJARAT

દાહોદના ખરેડી ગામમાં પ્રાથમિક સુવિધાઓ નો અભાવ તૂટેલા રસ્તા અને ગંદકી થી રહીશો પરેશાન

તા.૧૨.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ખરેડી ગામમાં પ્રાથમિક સુવિધાઓ નો અભાવ તૂટેલા રસ્તા અને ગંદકી થી રહીશો પરેશાન

દાહોદ તાલુકા ના ખરેડી ગામ માં સ્થાનિકો મુશ્કેલી નો સામનો કરતાં જોવા મળી રહ્યા છે ઠેર ઠેર ગંદકી ના ઢગલા તેમજ કેટલાક વિસ્તાર માં રસ્તાઓ નો પન અભાવ જોવા મળી રહ્યો છે રસ્તા,પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ થી પન ગ્રામજનો વંચિત જોવા મળી રહ્યા છે દૂર દૂર સુધી કૂવા ઉપર પાણી ભરવા માટે મહિલાઓ ને કાદવ કીચડ માથી પસાર થવું પડે તો બીજી તરફ આંગણવાડી કેન્દ્ર ની આસપાસ પણ ગંદકી ની ભરમાર જોવા મળી રહી છે જ્યાં નાના નાના ભૂલકાઓ બીમાર પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે કૂવા ની આસપાસ પણ ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો શાળા એ જવા માટે બાળકો ને પગદંડી રસ્તેથી ઝાડી ઝાંખરાં વચ્ચે થી પસાર થવું પડે છે સાથે જ તળાવ નજીક રસ્તા ઉપર આવેલ નાળુ પણ તૂટી ગયેલું જોવા મળી રહ્યું છે આવી કપરી પરિથિતિ માં રહેતા ગ્રામજનો માં આક્રોશ જોવા મળી રહ્યો છે ગામલોકો ની માંગ છે કે ગામ માં સફાઈ નિયમિત થાય પાણી ની વ્યવસ્થા કરાય તેમજ નવા રસ્તા બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે

Back to top button
error: Content is protected !!