રાજપારડી ચાર રસ્તા પર સુરક્ષા બોર્ડનો અભાવ; રાત્રે ડિવાઈડર ન દેખાતા અકસ્માતનો ભય
રાજપારડી ચાર રસ્તા નજીક આવેલ સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર દિશા સૂચક બોર્ડ અને સુરક્ષા સૂચના બોર્ડના અભાવને કારણે હાલ વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
દિવસ દરમિયાન રસ્તો થોડો દેખાઈ જાય છે, પરંતુ રાત્રી દરમિયાન ડિવાઈડર સ્પષ્ટ દેખાતું નથી, જેને કારણે જોખમ કેટલાય ગણો વધી જાય છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે,
“અગાઉ પણ ઘણી ગાડીઓ અંધારામાં ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી અને કેટલીક તો ડિવાઈડર પર ચડી પણ ગઈ હતી.”
મિડિયાના અહેવાલો બાદ તંત્ર દ્વારા એક વખત ‘ચાલ ચાલાવ’ બોર્ડ લગાવવામાં આવ્યું હતું , પરંતુ હાલ તે બોર્ડ પણ પડી ગયું છે—અને ફરીથી માર્ગ સંપૂર્ણ રીતે અસુરક્ષિત બની ગયો છે.
લોકોમાં ભારે નારાજગી છે કે સ્ટેટ હાઈવે પર ડિવાઈડર તો બનાવાઈ ગયો,પરંતુ દિશા સૂચના બોર્ડ, રિફ્લેક્ટર, ગ્લો સ્ટ્રીપ અથવા નાઈટ વિઝિબલ માર્કિંગ્સ જેવી સૌથી મૂળભૂત સુરક્ષા વ્યવસ્થાઓ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.
આથી હવે સ્થાનિકો તાકીદે માંગ કરી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં માર્ગ અને મકાન વિભાગ તરત જ રિફ્લેક્ટિવ દિશા સૂચક બોર્ડ અને સુરક્ષા બોર્ડ સ્થાપિત કરવા માં આવે જોવું રહ્યું મીડિયાના અહેવાલ બાદ તંત્ર સફાળે જાગી કોઈ અસરકારક કામગીરી કરે છે કે કેમ તે જોવું રહ્યું..






