વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૧૮ નવેમ્બર : ભુજ જીલ્લાના રાપર અને ભચાઉ તાલુકાના પૂર્વ સૈનિકો, સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓ અને તેઓના આશ્રિતોનું પૂર્વ સૈનિક સંમેલન તા ૧૭ નવેમ્બર ૨૦૨૪નાં રોજ પ્રાંત કચેરી સભાખંડ, ભચાઉ ખાતે યોજાયું હતું. જેમાં નિયામક કચેરી, અમદાવાદ નાં પ્રતિનિધિ શ્રી અશોકસિહ ઝાલા , પ્રાન્ત અધિકારી, ભચાઉ, સુ શ્રી જે આર ગોહેલ, આર્મી સ્ટેશન હે. ભુજ પ્રતિનિધિ હવાલદાર સંજ્ય સાહુ, શ્રી કે.એન. ઘાવરી નાં. મામલતદાર અને કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના, તાલુકાનાં અગ્રણી હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મદદ. જી.સૈનિક કલ્યાણ અધિકારીશ્રી, એચ. એન. લીમ્બાચીયાએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રાજ્ય સૈનિક બોર્ડ ની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તથા પૂર્વ સૈનિકોને લાગુ પડતા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ સુવિધાઓની ઊંડી સમાજ આપી હતી અને આ પ્રસંગે જણાવ્યું હતું કે આ સુવિધાઓથી માહિતી અને કામગીરીમાં સરળતા અને પહોચ વિસ્તારી છે પરંતુ સાથે સાથે કેટલાક પડકારો પણ ઉદભવ્યા છે અને તે માટે સચેત રહેવાની પણ ટકોર કરવામાં આવી હતી. પૂર્વ સૈનિકોને લાગુ પડતા “સ્પર્શ” ડિજિટલ પ્લેટફોર્મનાં વપરાશ અને ડિજિટલ સાવચેતી બાબતે ICICI બેન્કના પ્રતિનિધિ શ્રી જીતેશ જેરાજાનીએ માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે તાલુકા હેલ્થ કચેરી,નાં ડો. ડોલી ઠક્કર અને તેની ટીમ દ્વારા હાજર રહેલ સૌ માટેફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પની સેવા ઉપલબ્ધ કરાવેલ હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા ભચાઉ તાલુકા વહીવટી તંત્રનો પણ સહયોગ રહ્યો હતો. આ સંમેલન માં હાજર પૂર્વ સૈનિકો અને તેઓના પરિવારોએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને આવા સંમેલનો થકી સૈનિક પરિવારોને મળવાની અમુલ્ય તક સાપડતી હોવાનો સુર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં કચેરીના સ્ટાફ શ્રી સંજય પંડયા, ભાવિષાબેન, જ્યશ્રીબા જાડેજા, સિધાર્થ સુથાર, રીન્કુ બેન જોષી અને સોમભાઈ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિશ્રી એચ. એન. લીમ્બાચીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેડ ક્લાર્ક, શ્રી સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.