
અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
મેઘરજના ખોખરિયા ગામે તળાવ ફળી અને મુખીના મુવાડા વિસ્તારમાં આઝાદીના 7 દાયકા પછી પણ પાકો રસ્તો ના બન્યો હોવાના આક્ષેપો,રજુઆત કરવા ગ્રામપંચાયત પોહ્ચ્યા ગ્રામજનો પંચાયત બંધ હાલતમાં
સરકાર દ્વારા વિવિધ વિકાસ લક્ષી કામો ફાળવવામાં આવે છે અને થાય પણ છે પરંતુ કેટલોક એવો વિસ્તાર છે જ્યાં માત્ર કામોના નામે કિસ્સા ભરી ને પોતાનું પેટ ભરતા અને ગુલાબી નોટોમાં રચ્યા પચ્યા રહેતા લોકો ને કારણે હવે નાના નાના ગામડાના લોકો હાલાકી ભોગવી રહ્યા છે દેશ તો આઝાદ થતા થઇ ગયો પરંતુ હજુ પણ એવા ગામડાઓ છે જ્યાં પાકા રસ્તા જ નથી બન્યા અને જવાબદાર તંત્ર પાકા રસ્તાઓ થઇ ગયા હોવાની વાતો કરે છે એક એવું ગામ છે જ્યાં આઝાદીના 7 દાયકા પછી કેટલાક વિસ્તારમાં પાકો રસ્તો જ નથી બન્યો
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો મેઘરજના ખોખરીયા ગ્રામ પંચાયત માં આવેલ ખોખરીયા ગામ જ્યાં તળાવ ફળી અને મુખીના મુવાડા વિસ્તારમાં ગ્રામજનો ના જણાવ્યા અનુસાર 100 થી વધુ ઘરો આવેલ છે અને અહીં 500 થી વધુ લોકો વસવાટ કરે છે પરંતુ અહીં પાકા રસ્તાની સમસ્યા ને લઇ તંત્ર ની લાલિયાવાડી સામે આવી હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે અહીં ગ્રામજનો ના જણાવ્યા અનુસાર તળાવ ફળી ખાતે ડેરીથી લઇ ને મુખી મુવાડા સુધી બે કિમિ જેટલો રસ્તાઓ દેશ આઝાદ થયાં પછી પણ બન્યો નથી પરંતુ કાચા રસ્તા પર માત્ર ત્રણ જેટલા ગરનાળા બનાવામાં આવ્યા છે ગ્રામજનો એ આ બાબતે પાકા રસ્તાની માંગ સાથે મહિલાઓ, નાના બાળકો, સહીત યુવાનો,અને વડીલો ખોખરિયા ગ્રામપંચાયત કચેરી ખાતે જઈ ગ્રામજનો એ વિરોધ દર્શાવ્યો હતો ગ્રામજનોએ રોડ રસ્તાને લઈ વિરોધ નોંધાવી પાકા રસ્તાની માંગ સાથે સુત્રોચાર કર્યા હતા આઝાદીના 7 દાયકા પછી પણ પાયા ની સુવિધાઓ વંચિત રહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો ખોખરિયા ગ્રામપંચાયત ખાતે રજુઆત કરવા લોકો પોહ્ચ્યા પરંતુ પંચાયત બંધ હાલતમાં જોવા મળી હતી વધુમાં
ગામની રસ્તાની પરિસ્થિતિ ને લઇ ચાર દિવસ અગાઉ વિડીયો વાયરલ થયો હતો જેમાં બીમાર વૃદ્ધ મહિલાને ઉંચકી કાદવ કીચડ વાળા રસ્તામાં થઇને પસાર થયાનો વિડિઓ વાયરલ થયો હતો વિડીયો વાયરલ થયાં પછી તંત્ર જાગ્યુ અને તંત્ર દ્વારા માત્ર થોડો કાંકરો નાખી સમાર કામ કર્યું હોવાના ગ્રામજનો એ આક્ષેપ કર્યા હતા પરંતુ હાલ તો ગામ લોકોની એક જ માંગ છે કે ઝડપથી નવો રસ્તો બનાવવામાં આવે







