GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના એરુ ખાતે ₹10.07 કરોડના ખર્ચે તળાવ રિ-ડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં: ઓક્ટોબર સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નૈસર્ગિક અને પર્યાવરણીય સ્ત્રોતોને આધુનિક ઓપ આપવા માટે એરુ વિસ્તારમાં આવેલા તળાવનું રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અંદાજે લગભગ ₹10.07 કરોડના ખર્ચ ધરાવતા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોને મનોરંજન માટેનું એક ઉત્તમ સ્થળ પૂરું પાડવાનો છે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા કામગીરીની ગતિને ધ્યાને રાખીને સંબંધિત એજન્સીને આગામી ઓક્ટોબર માસ સુધીમાં તમામ નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની અંતિમ ડેડલાઈન આપી દેવામાં આવી છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ તળાવ ભવિષ્યમાં નવસારીના મુખ્ય પર્યટન આકર્ષણોમાંનું એક બની રહેશે, જે શહેરની સુંદરતામાં અનેરો વધારો કરશે. વાનુ કાચી પૂર્ણ પ્રોજેક્ટની હાલની ટેકનિકલ પ્રગતિ અંગે વિગતો આપતા તંત્રએ જણાવ્યું હતું કે, તળાવના નવસર્જન માટેનું પ્રાથમિક તબક્કાનું Dewatering (પાણી ખાલી કરવાનું કાર્ય) પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. અત્યારે સ્થળ પર પાઈલિંગ અને પાઈલ કાસ્ટિંગ જેવી પાયાની જટિલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાઈટ પર એન્જિનિયરોની દેખરેખ હેઠળ પાઈલિંગ કેપ માટે PCC વર્ક, ડેક-3 અને ફૂટિંગનું ડી-શટરિંગ તથા મજબૂતીકરણ માટે ક્યુરિંગની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત, ડેક-2 માં બીમ માટે લેવલિંગની કામગીરી અને બોર્ડવોક રૂટનું સમાંતરીકરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે સ્ટ્રક્ચરલ કોલમ ઊભા કરવાની કામગીરી પણ નોંધપાત્ર રીતે આગળ વધી રહી છે. આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં લોકોના આકર્ષણ માટે અનેક નવીન તત્વો ઉમેરવામાં આવ્યા છે. તળાવની ફરતે પ્રકૃતિનો આનંદ માણી શકાય તે રીતે આકર્ષક ગઝેબો અને વિશાળ વોક-વે બનાવવામાં આવશે. ખાસ કરીને, બોર્ડવોક રૂટ નાગરિકો માટે નવું નજરાણું બની રહેશે, જે પ્રવાસીઓને જળરાશિની નજીક જવાનો અનોખો અનુભવ કરાવશે. પ્રોજેક્ટ અંતર્ગત તળાવની આસપાસ સુંદર લેન્ડસ્કેપિંગ અને વૃક્ષારોપણનું પણ આયોજન છે, જેથી આ સ્થળ માત્ર ફરવા માટે જ નહીં પરંતુ પર્યાવરણની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ બને. નવસારી મહાનગરપાલિકા આ પ્રોજેક્ટના સમયસર અમલીકરણ અને ગુણવત્તા માટે સતત મોનિટરિંગ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!