BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિત સતત પાંચમી વખત બિનહરીફ પ્રમુખ બન્યા

બોડેલી બાર એસોસિએશનની વર્ષ 2025-26ની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. જેમાં પ્રમુખ, ઉપ-પ્રમુખ સહિતના અનેક પદો માટે ઉમેદવારો બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. બોડેલી બાર એસોસિએશનમાં વકીલોએ ઉત્સાહભેર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિત સતત પાંચમી વખત પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વકીલ મંડળમાં તેમના સતત નેતૃત્વને લઈને સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લલિતચંદ્ર રોહિત પર ફરી એકવાર વિશ્વાસ મૂકીને વકીલ મંડળે તેમને પ્રમુખ પદની જવાબદારી સોંપી છે.તેમજ ઉપ-પ્રમુખ સહિતના અન્ય કેટલાંક પદો માટે પણ ઉમેદવારો બિનહરીફ રીતે પસંદ કરવામાં આવ્યા હતા, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા સરળ બની હતી બોડેલી બાર એસોસિએશનમાં બે પદો માટે સહમતિ ન બનતા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. વકીલ મંડળમાં સહમંત્રી અને ખજાનચી પદ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બંને પદો માટે વકીલોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાનો મતાધિકાર ઉપયોગમાં લીધો હતો મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સહમંત્રી પદે નિલેશ રાઠવા વિજયી બન્યા હતા, જ્યારે ખજાનચી પદે ભાવિશા વસાવાએ જીત નોંધાવી હતી. બંને ઉમેદવારોની જીત જાહેર થતા સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.પરિણામ જાહેર થયા બાદ બોડેલી વકીલ મંડળ દ્વારા D.J.ના તાલે જીતની ઉજવણી કરવામાં આવી હતી. વકીલોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર બાર એસોસિએશન પરિસરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.નવનિર્વાચિત પદાધિકારીઓએ બાર એસોસિએશનની એકતા જાળવી રાખીને વકીલોના હિતમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થઈ હોવાનુ બોડેલી બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

રિપોર્ટર તૌસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!