
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં કુણોલ સી.આર.સી ખાતે નિપુણ ભારત મિશન અંતર્ગત યોજાયેલી વાર્તા સ્પર્ધામાં લાલપુર (કુ) શાળાએ મેદાન માર્યું.
ત્રણેય વિભાગમાં લાલપુર (કુ) શાળાના બાળકો પ્રથમ નંબરે વિજેતા

નિપુણ ભારત મિશન અંતર્ગત મેઘરજ તાલુકાના કુણોલ સી.આર.સી. સેન્ટર પર કુણોલ સી.આર.સી અંતર્ગત આવતી શાળાઓની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં *વિભાગ .૧* (બાલવાટિકા,ધોરણ 1, 2 માટે)વાર્તા કથનમાં પ્રથમ ક્રમે તપસ્યાબા સુરેન્દ્રસિંહ રાઠોડ (ધોરણ.૨)*વિભાગ .૨* (ધોરણ.૩,૪,૫ માટે) વાર્તા કથનમાં પ્રથમ ક્રમે ધનરાજસિંહ ગોપાલસિંહ રાઠોડ (ધોરણ.૫) *વિભાગ .૩* (ધોરણ.૬ થી ૮ માટે) વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રીંકુબેન કમલેશભાઈ રાવળ (ધોરણ.૮)વિજેતા બની શાળાનું ગૌરવ વધારતા ,ગૌરવ બદલ બી.આર.સી. કો-ઓર્ડીનેટર રાજેશભાઈ પટેલ સી.આર.સી કો-ઓર્ડીનેટર દશરથભાઈ વણકર, મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, અને ભાટકોટા પ્રાથમિક શાળાના આચાર્ય હરીશભાઈ ડામોર,અને શાળા વ્યવસ્થાપન સમિતિ ના અધ્યક્ષ અર્જુનસિંહ રાઠોડ એ શાળાના આચાર્ય સહિત શાળાના સમગ્ર સ્ટાફગણ અને વિજેતા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી તેમની કથન,લેખનની કૌશલ્યતાને બિરદાવ્યા હતા.





