BANASKANTHADEODARGUJARAT

મોડી સાંજે વાવ થરાદ SOG ની ટીમ ત્રાટકી મોડી રાત્રિ સુધી સધન ચેકીંગ થી અન્ય મેડિકલ સ્ટોર્સ ના શટલ બંધ થઈ ગયા 

SOG પોલીસ નો સપાટો મેડિકલમાં ઓચિંતી તપાસ થી ફફડાટ

દિયોદર હાઈવે વિસ્તાર પર ચામુંડા મેડિકલ સ્ટોર્સ માંથી પ્રતિબંધિત દવાનો જથ્થો મળ્યો લાખોનો મુર્દામાલ ઝપ્ત

પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ

મોડી સાંજે વાવ થરાદ SOG ની ટીમ ત્રાટકી મોડી રાત્રિ સુધી સધન ચેકીંગ થી અન્ય મેડિકલ સ્ટોર્સ ના શટલ બંધ થઈ ગયા

• પોલીસે માત્ર એક મેડિકલ સ્ટોર્સ માંથી અધતન ૩૪૫૯ નંગ ટેબ્લેટ કિંમત રૂપિયા ૧૩.૮૩.૬૦૦ નો દવાનો જથ્થો કબ્જે લીધો

• દિયોદરમાં મેડિકલ સ્ટોર્સ પર નશીલી હાનીકારક દવાનું વેચાણ તપાસ થશે ? મેડિકલ સ્ટોર્સ અન્ય વ્યક્તિના નામે ચાલતા હોવાની ફરિયાદો …..

વાવ થરાદ નવનિયુક્ત જિલ્લા ની એસ ઓ જી પોલીસ ટીમ દ્વારા વર્તમાન સમય નશીલી અને હાનિકારક દવાઓનું વેચાણ અંતગર્ત કાર્યવાહી કરતા કેટલાય મેડિકલ સ્ટોર્સ ના માલિકોમાં ફફડાટ ફેલાયો છે જેમાં બુધવારે મોડી સાંજે એસ ઓ જી પોલીસે ખાનગી બાતમી ના આધારે દિયોદર હાઈવે વિસ્તાર પર એક મેડિકલ માંથી રેડ દરમિયાન અધતન પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો મળી આવતા પોલીસે દવાનો જથ્થો કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે

 

વાવ થરાદ જિલ્લાની એસ ઓ જી ની ટીમ બુધવારે મોડી સાંજે દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ શ્રી જી કોમ્પલેક્ષ માં ખાનગી બાતમી ના આધારે ચામુંડા મેડિકલ સ્ટોર્સ & પોવિઝન માં એકાએક પોલીસ ટીમ દ્વારા રેડ ની કાર્યવાહી કરાઈ હતી જેમાં મેડિકલ સ્ટોર્સ માંથી ચરસ સંબંધિત પ્રતિબંધિત દવાઓ નો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં કુલ અલગ અલગ સાત પ્રકાર ની ટેબ્લેટ નો જથ્થો કુલ નંગ ૩૪૫૯ કિંમત રૂપિયા ૧૩.૮૩.૬૦૦ નો બિલ વગર નો માલ મળી આવતા એસ ઓ જી પોલીસે મેડિકલ સ્ટોર્સ ના માલિક નિરવકુમાર ચંદ્રેશભાઇ ઠક્કર ઉંમર વર્ષ 32 રહે દિયોદર વાળા ને ઝડપી લઇ કુલ ૧૪.૩.૬૦૦ નો મુર્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

• દવાના જથ્થાના બિલ ન મળતા કાર્યવાહી કરાઈ અન્ય મેડિકલ સ્ટોર્સ ને જાણ થતા મોડી સાંજે કેટલી મેડિકલ સ્ટોર્સ ના શટર બંધ થઈ ગયા

દિયોદરમાં મોડી સાંજે વાવ થરાદ એસ ઓ જી પોલીસ દ્વારા હાઈવે વિસ્તાર પર મેડિકલ સ્ટોર્સ માં દરોડા પાડ્યા હોવાની વાયુવેગ વાત પ્રસરી જતા દિયોદરમાં કેટલીક મેડિકલ સ્ટોર્સ ના શટર બંધ થઈ ગયા હતા અને માલિકો ઘર ભેગા થઈ ગયા હતા જો કે ચામુંડા મેડિકલ સ્ટોર્સ માંથી મોટાભાગે દવાના બિલ ના હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં એકાએક પોલીસ ની કાર્યવાહી થી અન્ય મેડિકલ સ્ટોર્સ ના માલિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો

 

•સમગ્ર દિયોદર તાલુકામાં બોગસ ડિગ્રી વગર ના ડોકટર નો રાફડો જન આરોગ્ય સાથે થતા ચેડા ..??

 

દિયોદર તાલુકામાં ઘણા સમય થી ડિગ્રી વગરના ડોકટર નો રાફડો ફાટ્યો છે દરેક ગામડે ગામડે ઠેર ઠેર બોગસ ડિગ્રી વગરના ડોકટર દ્વારા દર્દીઓ ને દવા કરવામાં આવી રહી છે તાલુકાના કેટલા ગામોમાં જાણે મોટી ડિગ્રી હોય તેમ મોટા બોર્ડ લગાવી લોકોના જન આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે નવનિયુક્ત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આવા ડોકટરો સામે પણ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે

 

દિયોદરમાં મેડિકલ સ્ટોર્સ ના લાઇસન્સ છે કે કેમ ? તપાસ થશે

 

દિયોદર શહેર તેમજ તાલુકામાં ઠેર ઠેર મેડિકલ સ્ટોર્સ ચાલી રહ્યા છે જેમાં દિયોદર શહેરમાં ચાલતા મેડિકલ સ્ટોર્સ માં શું માલિકો પાસે પોતાના લાઇસન્સ છે કે કેમ ? કે પછે અન્ય વ્યક્તિ ના નામે મેડિકલ સ્ટોર્સ ચાલે છે લાયસન્સ હોય તો શું રિન્યુ થયેલ છે તેવી અનેક ફરિયાદો હાલ તો ઉઠી છે જો તપાસ કરવામાં આવે તો પોલીસ તંત્રને મોટી સફળતા મળે તેમ છે

Back to top button
error: Content is protected !!