AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

AI લર્નિંગ લેબ્સ – સેન્ટર ઓફ એક્સેલન્સનો પ્રારંભ: વિદ્યાર્થીઓને ભવિષ્યલક્ષી ટેક્નોલોજી શિક્ષણમાં નવી દિશા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ભાટ સ્થિત સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે તા. 7 એપ્રિલ 2026ના રોજ “AI Learning Labs – Center of Excellence (CoE)”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જર, Redington Ltd.ના ગ્રુપ ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર વેંકટેશ રાજેશ્વરન, NIRRMAAN Organizationના નિખિલ ગામ્પા, CSR હેડ હેમંત લોહિયા તેમજ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધર્મેશ વંડરા અને પ્રિન્સિપાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રજ્વલિત કરી કેન્દ્રનો શુભારંભ કર્યો હતો અને વિદ્યાર્થીઓને નવીન ટેક્નોલોજી સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન AI ક્ષેત્રની વધતી જતી માંગ અને તેના ભવિષ્યલક્ષી ઉપયોગો અંગે વિશેષ ચર્ચા પણ કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય હેતુ ગુજરાતના વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં પ્રાયોગિક જ્ઞાન અને કુશળતા પૂરી પાડવાનો છે. Microsoft અને Redington Foundation જેવા CSR ભાગીદારોના સહયોગથી ઉભી થયેલી આ લેબમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમ અને હેન્ડ્સ-ઓન ટ્રેનિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ જનરેટિવ AI, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) અને સાયબર સિક્યોરિટી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને માત્ર થિયરી સુધી મર્યાદિત ન રાખીને તેમને રિયલ-વર્લ્ડ પ્રોજેક્ટ્સ, ઈન્ડસ્ટ્રી ઈન્ટરફેસ અને ઇનોવેશન આધારિત પ્રવૃત્તિઓમાં જોડાવાનો મોકો મળશે.

કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં AI ટેક્નોલોજી દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ બની રહી છે અને આવી લેબ્સ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધવા માટે મજબૂત આધાર પૂરો પાડશે. આ પહેલ દ્વારા સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે અને યુવાનોમાં નવીન વિચારોને વિકસાવવાની દિશામાં ગતિ મળશે.

સંસ્થાના પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ CoE આગામી સમયમાં સંશોધન, નવોચાર અને ઉદ્યોગ સાથેના સહકાર દ્વારા ગુજરાતને ટેક્નોલોજી ક્ષેત્રમાં વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિદ્યાર્થીઓએ પણ આ નવી સુવિધા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને આધુનિક ટેક્નોલોજી શીખવા માટેની નવી તક તરીકે તેને આવકાર્યો હતો.

Back to top button
error: Content is protected !!