DEDIAPADAGUJARATNARMADA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ડેડિયાપાડા ખાતે ₹9700 કરોડથી વધુના રાજ્ય અને કેન્દ્ર ના વિકાસકાર્યોનું લોકાર્પણ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ડેડિયાપાડા ખાતે ₹9700 કરોડથી વધુના રાજ્ય અને કેન્દ્ર ના વિકાસકાર્યોનું લોકાર્પણ

તાહિર મેમણ- ડેડીયાપાડા-15/11/2025 – જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઇ કેન્દ્ર સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદાના ડેડિયાપાડા ખાતે આયોજિત નરેન્દ્ર મોદીના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવ્યું.

 

આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરીને આશીર્વાદ લેશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાનશ્રીની મુલાકાત દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં તેમનું સ્વાગત કરશે.

 

₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

ગુજરાતની વિકાસયાત્રાને મજબૂત બનાવવા માટે આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર તરફથી ₹7667 કરોડ અને રાજ્ય સરકાર તરફથી ₹2112 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે. આ દિવસે સાંજના સમયે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત એક વિશેષ નાટ્ય પ્રસ્તૂતિનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું જીવંત પ્રસારણ રાજ્યના આદિજાતિ જિલ્લાના 23 તાલુકાઓમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી સભાને સંબોધિત પણ કરશે.

Back to top button
error: Content is protected !!