GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા ખાતે વડાપ્રધાનનો PM-SURAJ નેશનલ પોર્ટલનું લોંચ નમસ્તે આયુષ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટનું વિતરણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો

મહેસાણા ખાતે વડાપ્રધાનનો PM-SURAJ નેશનલ પોર્ટલનું લોંચ નમસ્તે આયુષ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટનું વિતરણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો
મહાનુભાવોએ લાભાર્થીઓને આયુષ્માન હેલ્થ કાર્ડ તેમજ સિલ્વર તથા સેફટીકકીટ ના કામદારોને પીપીઈ કીટ નું વિતરણ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા ખાતે આજરોજ વડાપ્રધાનશ્રીના નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય PM-SURAJ નેશનલ પોર્ટલનું લોંચ અને વંચિતજૂથો (એસ.સી., ઓબી.સી., સફાઈ કામદાર) ને એક લાખ ક્રેડિટ સપોર્ટ તથા ગટર અને સેપ્ટિક ટાંકીના કામદારોને નમસ્તે આયુષ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટનું વિતરણનો કાર્યક્રમ રેલ્વે અને કાપડ કેન્દ્રિય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષ સ્થાને અને સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માનીવિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે યોજાયો હતો દુધસાગર ડેરી હોલ, મહેસાણખાતે યોજાએલા કાર્યક્રમમાં રેલ્વે કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને તેમને મળતી સહાયનો વધુ ઉપયોગ કરે તેવું વડાપ્રધાન એ એક ભારત શ્રેષ્ઠ ભારતની સાર્થક કરવા આજે સેમી કંડકટર પ્લાન ગુજરાત અને આસામમાં શરૂ કરી રહ્યા છે.દેશના વડાપ્રધાન એક ભારત શ્રેષ્ઠ ભારતને જોડવાનો તમામ પ્રયત્ન કરીને યુવાઓને આ કર્તવ્ય કાળમાં આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે. 25 વર્ષના અમૃતકાળમાં આ કર્તવ્યકાળની શરૂઆત છે .નમસ્તે યોજના” સફાઈ કર્મચારીઓ માટે સલામતી અને ગૌરવ પ્રદાન કરનારી યોજના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વંચિતો માટે યોજાયેલા આઉટવિચ કાર્યક્રમમાં રેલ અને કાપડ કેન્દ્રીયમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે , અથાક પરિશ્રમથી આત્મ નિર્ભર અને વિકસિત ભારતના સંકલ્પ પરથી સૌને સાથે રાખવાના આ કર્તવ્ય કાળને વર્ષ 2047 સુધી સર્વાંગી વિકાસ સાથે વધાવીએ.. સરકાર પૂરી નિષ્ઠાથી ગરીબ ,વંચિતો અને દરેક સમાજના લોકોને લાભ આપવા માટે વિવિધ યોજનાઓ દ્વારા સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરી રહી છે. સીધી સહાયથી સર્વાંગી વિકાસના પ્રયત્નોમાં ભાગરૂપે આજે વંચીતો ,શોષિતો, પછાત વર્ગના લોકો માટે ટેકનોલોજી નો ઉપયોગ કરી લોકોને મળતી સહાય નો વધુ ઉપયોગ લોકો જાતે કરે તેવું વડાપ્રધાન ઈચ્છે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતને સાર્થક કરવા આજે પીએમ સૂરજ પોર્ટલ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તેમજ એસ.સી ઓબીસી સફાઈ કર્મચારીઓ માટે ક્રેડિટ સપોર્ટ અંતર્ગત રૂપિયા ૭.૨૦ કરોડની સીધી સહાય એક લાખ લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવી છે. દેશમાં ૪૧૭ જિલ્લામાં ત્રણ લાખ લોકોએ આજે આ લાભો વિશે જાણ્યું છે. નેશનલ એક્શન ફોર મીકેનાઈઝડ સેનિટેશન ઇકો સિસ્ટમ “નમસ્તે” એ કેન્દ્રીય યોજના અંતર્ગત સફાઈ કરનાર કામદારોને આજે પી.પી.ઈ કીટ પ્રદાન કરી છે તેમજ તેમની વ્યવસાયિક સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમને ગ્લોવ્ઝ, બોડી સૂટ ,સેફ્ટી શુઝ, માસ્ક વગેરે આપવામાં આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ રાષ્ટ્રીય નિગમોની ધિરાણ સહાય યોજના હેઠળ આ લાભાર્થીઓને આવરી લેવાનો પ્રસ્તાવ છે.પીએમ સુરજ એટલે સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનક કલ્યાણ નું લોન્ચિંગ વંચિતો માટે આશીર્વાદ રૂપ બનશે સહકાર રાજ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ,” છેવાડાના માનવીના વિકાસની યોજનાઓ અને તમામ વચનો પુરા કર્યા હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે એમ જણાવીને કહ્યું હતું કે ,”આપણે બધા જ લોકો વડાપ્રધાનના પરિવાર છીએ. મંત્રીશ્રી આ તકે ઉપસ્થિત જનમેદનીમાંથી લાભાર્થીઓ સાથે સંવાદ કરતા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા જીપ ટેક્સી મેળવનાર રાઠોડ ભીખાભાઈ સાથે સંવાદ કરીને તેમને વિનામૂલ્યે મળેલી રૂપિયા 6.87 લાખની લોન સહાયની વિગતો જાણી હતી. તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા પોતાના પતિ તેમજ દીકરીની પીએમજેવાય આયુષ્માન કાર્ડની સહાય મેળવનાર શારદાબેન રાવળની વાત સાંભળીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના છેવાડાના અને વંચિત વર્ગોના હિતની ચિંતા કરવાની વિવિધ યોજનાઓ અંગે પણ સૌને માહિતગાર કર્યા હતા કલેકટર એમ.નાગરાજને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,” આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પીએમ સૂરજ પોર્ટલ લોન્ચ થઈ રહ્યું છે તેમજ સિવર તથા સેપ્ટિક ટાંકીના કામદારોને પીપીઈ કીટનું વિતરણ અને ક્રેડિટ સપોર્ટ સ્કીમ તથા નમસ્તે સ્કીમ ના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલ સંવાદ કરશે…. કાર્યક્રમની આભારવિધિ નિયામકશ્રી મિશ્રાએ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવો સર્વશ્રીએ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્માન હેલ્થ કાર્ડ તેમજ સિલ્વર તથા સેફટીકકીટ ના કામદારોને ppt નું વિતરણ કર્યું હતું તેમજ તેમના અનુભવો પણ વિશે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ- સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુંઅલ લોન્ચિંગ નું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં યોજના સંદર્ભે ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ દર્શાવવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સૌએ મતદાનના શપથ લીધા હતા. સૌએ આ વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળ્યો હતો
આ કાર્યક્રમમાં મહેસાણા સાંસદ શારદાબેન પટેલ અને રાજયસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, જીલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ , ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ , બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર , કડી ધારાસભ્ય કરશન ભાઈ સોલંકી, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી , નોડલ ઓફિસર ગિરીરાજપ્રસાદ મીણા , અગ્રણીઓ ગીરીશભાઈ રાજગોર , દુધસાગર ડેરીના ચેરેમેન અશોકભાઈ ચૌધરી , ભગાજી ઠાકોર , સંજયભાઈ દેસાઈ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડો. જસ્મીન હસરત , પ્રાંત મહેસાણા જાદવ , સામાજિક ન્યાય અને અધિકારીતા કચેરીના દિવ્યંકાબેન તેમજ જિલ્લા અને તાલુકાના અગ્રણી પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!