DAHODGUJARAT

ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાળીગામ ગુજ્જર ના સરપંચ દ્રારા પોષણ કીટ વિતરણ કરવામાં આવી

તા.૨૩.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાળીગામ ગુજ્જર ના સરપંચ રમેશભાઈ નારણભાઇ રસુઆત દ્વારા નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી સાહેબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ કાળીગામ ગુજ્જર ના સરપંચ રમેશભાઈ નારણભાઇ રસુઆત દ્વારા ૭ ટીબી દર્દી ને પોષણ કીટ વિતરણ કરવામાં આવી ટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ 2025 સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો પૂર્ણ નાશ કરવો છે આ અભિયાન માર્ચ 2018 માં આરંભાયું હતું અને તે પ્રતિબદ્ધતા મુજબ, વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ વહેલા, એટલે કે 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે વિશ્વ લક્ષ્ય 2030 છે આજ રોજ તા: 23.8.2025 ના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીગામ ગુજ્જર ગામ ખાતે ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં સરપંચ રમેશભાઈ રસુઆત, તાલુકા ટીબી સુપરવાઈઝર સતીષભાઈ ગરાસીયા અને સંદીપભાઈ બારીઆ, CHO, આશાવર્કરબેન, પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના DL નીતેશ ડોડીયા તથા સેજલબેન રોઝ હાજર રહેલ. જે અંતર્ગત કાળીગામ ગુજ્જર ગામ ના સરપંચ દ્વારા કુલ ૭ ટી.બી. દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!