GUJARATNANDODNARMADA

નર્મદા : “ધારાસભ્ય ચૈતર વસાવાના અવાજને દબાવવા ભાજપે ખોટા કેસ કરાવ્યા” : શકુંતલાબેન ચૈતર વસાવાના પત્ની

નર્મદા : “ધારાસભ્ય ચૈતર વસાવાના અવાજને દબાવવા ભાજપે ખોટા કેસ કરાવ્યા” : શકુંતલાબેન ચૈતર વસાવાના પત્ની

 

ચૈતર વસાવાએ સડકથી સદન સુધી લોકોના પ્રશ્નોને વાચા આપી , તેમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે : શકુંતલાબેન વસાવા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ‘લાફા કાંડ’ સંબંધિત કેસમાં 5 જુલાઈથી જેલમાં છે અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ છે. સરકારી પક્ષે ચૈતર વસાવાના જામીન નામંજૂર કરવા માટે તેમના અગાઉના કેસોની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના ફોરેસ્ટ વિભાગના એક કેસમાં તેમને શરતી જામીન મળ્યા છે અને તે કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. અગાઉના કેસની ગંભીરતા અને વર્તમાન ‘લાફા કાંડ’ની ઘટનાને ધ્યાનમાં રાખીને, કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે ત્યારે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે હવે તેમણે જામીન મેળવવા હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડશે

આજે ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની સહિત સમર્થકો રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે પોલીસ અને સમર્થકો વચ્ચે તુતું મેમે ના દ્રશ્યો પણ સર્જાયા હતા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે સત્તાના બળે કાયદાનો દુરુપયોગ કરીને ધારાસભ્યની ધરપકડ કરાઈ છે ત્યારે ખોટી રીતે ધરપકડ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે ઉપરાંત જણાવ્યું હતું કે ATVT ની બેઠકમાં તા. પંચાયત પ્રમુખ સંજય વસાવાએ તેના માનીતા ત્રણ સભ્યોને સમાવવા જણાવ્યું હતું અને “અમે ધારીએ તે કરીશું અમારી સરકાર છે ” તેમ જણાવ્યું હતું અને ચૈતર વસાવા દેડિયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા. ફરિયાદ નોંધાવ્યા બાદ દેડિયાપાડા પોલીસ પોલીસ સ્ટેશન માંથીજ તેમની અટકાયત કરવામાં આવી હતી પરંતુ પોલીસે આગોતરા પ્લાનિંગ થી ગ્લાસ વડે હત્યા ના પ્રયાસની અને મહિલા ને આગળ કરી,વાર્તા ઉપજાવી કાઢી સંજય વસાવા ને ફરિયાદી બનાવી, ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ધારાસભ્ય ચૈતર વસાવા ની ફરિયાદ પર તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી અને પોલીસ દ્રારા એક તરફી કાર્યવાહી કરી ખોટો કેસ કરી ફસાવી દેવામાં આવ્યા હોવાના આવેદનમાં આક્ષેપ કરાયા છે

આવેદનમાં જણાવ્યું હતુ કે અગાઉ ચૈતર વસાવા સામે અનેક ખોટા કેસો પણ થયા અને તમામ કેસો માં નિર્દોષ સાબિત થયા છે, ત્યારે ફરી વાર ભાજપની તાનાશાહી સરકારમાં થયેલ હજારો કરોડ નું મનરેગા કૌભાંડ જેની તપાસ માં ૭૪૯ કરોડ જેટલંલું કૌભાંડ બહાર આવતા, વર્તમાન સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ ના બંને દીકરાઓ અને કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા અને તેમના દીકરા અને તેઓના સાગરીતોની સંડોવણી હોય અને તેઓ હાલ જેલ માં છે તેમના પર જે તપાસ ચાલી રહી છે આ તપાસને અટકાવવાના ભાગ રૂપે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ખોટા કેસ કરનાર તાલુકા પંચાયત ના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી થાય તેવી આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ અને અન્ય સમાજ ની અને ગુજરાત ની જનતાની માંગ છે તેમ જણાવ્યું હતું વધુમાં શકુંતલાબેને જણાવ્યું હતું કે દેડિયાપાડામાં કલમ ૧૪૪ લાગુ હોવા છતાં પોલીસની હાજરીમાં મોટી રેલી નિકળે અને અમે કલેક્ટર કચેરીએ આવેદન આપવા આવીએ તો અંદર નથી જવા દેતા

 

Back to top button
error: Content is protected !!