
ફૈઝ ખત્રી..શિનોર
ગુજરાત પત્રકાર એકતા પરિષદ નામનું સંગઠન રાજ્ય ના તમામ જિલ્લા અને તાલુકા સ્તરે સક્રિય છે.આ સંગઠન પત્રકારો ના હીત માટે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા ની આગેવાની હેઠળ કાર્યરત છે,ત્યારે ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાત મહામંત્રી નિલેશ પાઠક અને ગુજરાત ઝોન પ્રભારી પ્રિલેશ ઠક્કરની ઉપસ્થિતિમાં સાધલી APMC ખાતે મિટિંગ આયોજિત કરાઈ હતી.જેમાં શિનોર તાલુકાના પત્રકારો સાથે એક મિટિંગ આયોજિત કરાઈ હતી,જેમાં બહોળી સંખ્યામાં શિનોર તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.અને પત્રકારોના હિત માટેની વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી.અને ત્યારબાદ સર્વાનુમતે પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી.જેમાં શિનોર તાલુકા પ્રમુખ તરીકે લવકેશ ઠાકોર અને ઉપ પ્રમુખ તરીકે નિલેશ પટેલ ની વરણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠન ના વડોદરા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ,મહામંત્રી હુસૈનભાઈ મન્સૂરી, યુસુફભાઈ ફાટીયા સહિતના વિવિધ હોદ્દેદારો સાથે શિનોર તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.




