GODHARAGUJARATPANCHMAHAL

“કાયદાનો ઉપયોગ ઢાલ તરીકે થવો જોઈએ,હથિયાર તરીકે નહીં:”સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ

સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા ખાતે કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગોધરા

અલકેશ ભાટિયા ગોધરા

તારીખ 9 એપ્રિલ એટલે કે “ઇન્ટરનેશનલ સેફ નેબરહુડ એન્ડ મધર હુડ ડે”.. ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરાના સચિવશ્રી ડી.સી.જાનીની અધ્યક્ષતામાં કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે સચિવશ્રી દ્વારા વિવિધ કાયદાઓ ખાસ કરીને ‘પોક્સો’ વિશે સરળ શબ્દોમાં રસપ્રદ માહિતી ઉપસ્થિત 100 જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે” કાયદાનો ઢાલ તરીકે ઉપયોગ કરવો જોઈએ, હથિયાર તરીકે નહીં” આ ઉપરાંત તેમણે સ્ત્રીઓની ધરપકડ સન્માનભેર તેમની માન મર્યાદા જળવાઈ રહે તે રીતે કરી શકાય તેની માહિતી પણ આપી હતી. ધરપકડ સૂર્યાસ્ત થી સૂર્યોદયની વચ્ચે થઈ શકે નહીં એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે થવી જોઈએ એવી માહિતી પણ તેમને આપી હતી. આ ઉપરાંત આ પ્રસંગે પધારેલા સિનિયર એડવોકેટ શ્રી જે આર કોન્ટ્રાક્ટર દ્વારા પણ કામના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અને જાતીય શોષણ વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને વિવિધ કાયદાની માહિતી આપતા પેમ્ફલેટનું પણ વિતરણ કરાયું હતું

પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ અને એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર ડૉ.અરુણસિંહ સોલંકી દ્વારા સચિવશ્રીનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને કાયદાનું જ્ઞાન વિદ્યાર્થીઓને પીરસવા પધારવા બદલ સચિવશ્રી જાની, એડવોકેટ શ્રી કોન્ટ્રાક્ટર સાહેબ તથા સહાયકશ્રી રવિભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ લીડર કુ.નિશિ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભાર વિધિ કોલેજના પ્રો.ડો.સ્નેહાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

***

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!