GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

વકીલ એસ.બી.લટા છવાઇ ગયા-કોર્ટ કેસમાં જીત

ચેક પરત કેસમાં મું.નારણપુર તા.ભિલોડા,જી.અરવલ્લી ના રહીશ રમેશભાઈ મંગળાભાઈ ગરાહ ને ૧ વર્ષની સાદી કેદ અને ચેક મુજબ ની રકમ ચૂકવી આપવા અંગે હુકમ કરતી ભિલોડા કોર્ટ
——————————————
રમેશભાઈ મંગળાભાઈ ગરાહ રહે મું.નારણપુર, તા.ભિલોડા, જી.અરવલ્લીનાએ સબંધના દાવે મું.કુંડોલ-પાલ, તા.ભિલોડા,જી.અરવલ્લી ના રહીશ ડામોર રણછોડભાઈ સોમાજીભાઈ પાસેથી હાથ ઉધાર રૂપિયા ૧૦૦૦૦૦/ અંગે રૂપિયા લીધા હતા અને રૂપિયા ૧૦૦/ ના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઉપર તારીખ ૧૫/૦૯/૨૦૧૮ ના રોજ લખાણ કરેલ હતું કે છ મહિનામાં એક લાખ રૂપિયા પરત કરીશ પણ સમયસર રકમ પરત ન આવતાં ડામોર રણછોડભાઈ સોમાજીભાઈએ નાણાં પરત આપવા માટે આરોપી પાસે કડક ઉઘરણી કરતાં આરોપીએ ધી સાબરકાંઠા સહકારી મધ્યસ્થ બેંક ભિલોડાનો ચેક ખાતા નંબર ૧૧૫૦૦૦૧૪૩૦૨૯ ચેક નંબર ૦૩૦૧૪૭ તારીખ ૧૭/૦૮/૨૦૨૧ ના રોજ આરોપી ફરિયાદીને રૂબરૂ આવીને ૧૦૦૦૦૦/ એક લાખ નો ચેક આપી ગયેલ હતો અને ફરિયાદીના બેંક એકાઉન્ટ માં ચેક નાખવાનું કહેલ હતું જેથી ફરિયાદીએ તારીખ ૧૭/૦૮/૨૦૨૧ રોજ ચેક વટાવવા માટે પોતાના બેંક એકાઉન્ટ ખાતામાં એસ.બી.આઈ બેંક ભિલોડાની શાખામાં ચેક જમા કરાવતાં આરોપીએ આપેલ ચેક તારીખ ૧૮/૦૮/૨૦૨૧ ના રોજ ચેક પરત થયેલ તેમાં બેલેન્સ રકમ જમા ન હોવાથી ચેક પરત થયેલ હતો.
ફરિયાદીએ પોતાના વકીલ મારફત આરોપીને ચેક પરત અંગે નોટીસ આપીને રૂપિયા ૧૦૦૦૦૦/ અંગે રૂપિયા એક લાખ આરોપીના બેંક ખાતા માં જમા કરાવવા જણાવેલ છતાંય આરોપીએ બેંક ખાતા માં એક લાખ રૂપિયા જમા કરાવેલ નહીં અને નોટીસનો પણ કોઈ જવાબ આપેલ ન હોવાથી ફરિયાદીએ પોતાના વકીલ મારફત મહેબાન એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ ની કોર્ટ-ભિલોડા ની કોર્ટ માં તારીખ ૨૦/૧૦/૨૦૨૧ ના રોજ કેસ નંબર
 ફો.કેસ નં .૧૭૦૬/૨૦૨૧ થી રમેશભાઈ મંગળાભાઈ ગરાહ ની સામે ધી નેગો.ઈન્સ્ટુ. એક્ટ ની કલમ ૧૩૮ મુજબના ગુન્હા સબબ આરોપી રમેશભાઈ મંગળાભાઈ ગરાહને તકસીરવાર ઠેરવીને ૧ વર્ષ ની સાદી કેદ સજા અને ફરિયાદીને એક માસ માં વળતર રકમ ચૂકવી આપવાનો હુકમ તારીખ ૦૯/૧૦/૨૦૨૪ ના રોજ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભિલોડા કોર્ટ દ્વારા હુકમ કરેલ છે.
આ કેસ માં ફરિયાદી ડામોર રણછોડભાઈ સોમાજીભાઈના તરફે વિ.વિ.વકીલ સુરેન્દ્રસિંહ બી.લટા રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!