KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે વિધી કરવાના બહાને વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી દસેક માસથી નાસતા ફરતાં વોન્ટેડ આરોપીને ઝડપ્યો.
તારીખ ૨૮/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય કાલોલ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,કાલોલ પોલીસ સ્ટેશન ઈ.પી.કો કલમ- ૪૦૬,૪૨૦,૩૪ મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપી નટવરનાથ દાડમનાથ મદારી ઉ.વ.૫૭ રહે.કરશનપુરા ફળિયું કપડવંજ તા.કપડવંજ જી.ખેડા નાનો અંબાલા પુલ પાસે વાદળી કલર નું શર્ટ તથા તેની ઉપર કાળા કલર નું જેકેટ પહરેલ છે અને કમરે સફેદ કલર ની ધોતી પહેરીને ઉભેલ છે તેવી બાતમી આધારે સદર જગ્યાએ જઈ સદરી આરોપીને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.