અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ધનસુરા : વડાગામ ખાતે ફાર્મ હાઉસ ઉપર થયેલ ધાડના ગુન્હાના 6 આરોપીઓ ઝડપાયા, આરોપીઓ એ પોતાના જ ગામમાં લૂંટ કરી : 3,30,000/- ના મુદામાલ સાથે LCB એ આરોપીઓ ને ઝડપી પાડ્યા
ધનસુરા પો.સ્ટે વિસ્તારના વડાગામ ખાતે આવેલ ફાર્મ હાઉસ ઉપર નવરાત્રી ના સમય દરમિયાન લૂંટ થઇ હતી જેમા આરોપીઓ એ યુવકોને બંધક બનાવી લૂંટ ચલાવી હતી અને ધનસુરા પોલિસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ જેમાં લૂંટનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી લુંટમાં ગયેલ રોકડ રૂ.2,80,000/-તેમજ અન્ય મુદૃામાલ મળી કુલ કિ.રૂ. 3,30,000/-ના મુદ્દામાલ સાથે કુલ-6 આરોપીઓને જિલ્લા LCB ઝડપી પાડી સફળતા હાથ લાગી હતી.
એલ.સી.બી.ના પો.ઇન્સ.એચ.પી.ગરાસીયા નાઓની આગેવાનીમાં એલ.સી.બી. પો.સબ.ઇન્સ સી.એમ.રાઠોડ તથા પો.સબ.ઇન્સ વી.જે.તોમર તેમજ ટીમના માણસો તથા ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૪૨૫૦૬૬૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ. ૩૧૦(૨), ૩૩૩, ૧૨૭(૨) મુજબનો ગુન્હો વણશોધાયેલ હોય ગુન્હો શોધી કાઢવા સારૂ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી રાહે વોચ/તપાસમાં LCB ટીમ હતી જે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે આ કામના આરોપી કરણભાઇ બાલુભાઇ વસાવા રહે.એચ.પી.ગેસની બાજુમાં શીકા રોડ, ધનસુરા તા.ધનસુરા જી.અરવલ્લી વાળાના ઘરે ચોરીમાં ગયેલ મુદૃામાલ બાબતે તપાસ કરતા આ કામના આરોપીઓ (૧) પ્રકાશભાઇ રમેશભાઇ વસાવા (૨) સંજયભાઇ નટુભાઇ વસાવા (૩) કેતનભાઇ રમણભાઇ રાવળ (૪) કરણભાઇ બાલુભાઇ વસાવા (૫) કિશનભાઇ શંકરભાઇ વસાવા (૬) સંજયભાઇ ધુળાભાઇ ડાયમા નાઓ પૈકી (૧),(૨),(૫),(૬) રહે. શકતીનગર ધનસુરા તા.ધનસુરા જી.અરવલ્લીનં.(૩) રહે.પરબડી રામજી મંદીર પાછળ ધનસુરા તા.ધનસુરા જી.અરવલ્લી તથા નં. (૪) રહે.એચ.પી.ગેસની બાજુમાં શીકા રોડ તા.ધનસુરા જી.અરવલ્લી નાઓને ધાડ કરી લુંટ કરેલ અલગ-અલગ દર ની ચલણી નોટો કુલ રોકડ રૂ.2,80,000/- તથા સદરહુ ગુન્હામાં વપરાયેલ પાળીયુ (ધારીયુ) તથા લાકડાના ડંડા નંગ-2 તથા એક હિરો પેશન પ્રો મોડલની મોટર સાયકલની કિ.રૂ.20,000/- મળી કુલ કિ.રૂ.3,30,000/- નો મુદૃામાલ તપાસ અર્થે કબજે કરી આગળની કાર્યવાહી અર્થે ધનસુરા પોસ્ટે સોપેલ છે.
કઈ રીતે ગુન્હા ને આપ્યો હતો અંજામ વાંચો…
નવરાત્રી દરમીયાન 6 આરોપીઓ એ ફાર્મ હાઉસ પર લૂંટ ચલાવેલ જેમાં આરોપીઓ ધનસુરા ગામમાં હોવાનું સામે આવ્યું હતું અને પોતાનાજ ગામમાં લૂંટ કરી જેમાં લૂંટ દરમિયાન મોઢે બાંધેલા કપડાં સરગાવી દીધા હતા અને લૂંટ કરી આવેલ રૂપિયાના ભાગ કરી 50 -50 હજાર રૂપિયા વહેંચી પોતાના કામ ધંધે નિકરી ગયા હતા જેમાં 3 આરોપીઓ ગામમાં થી પકડ્યા હતા તેમજ એક હોસ્પિટલ થી અને અન્ય 2 આરોપીઓ જૂનગઢ થી મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા સમગ્ર લૂંટ નો અંજામ એક દિવસ પહેલા રેકી કરી હતી અને હથિયાર સાથે લૂંટ કરી હતી. આ આરોપીઓ એ 2021 એ વાયર (કેબલ ) ગુન્હામાં સંડોવાયેલા સામે આવ્યા અને ચાર વર્ષ પછી લૂંટના ગુન્હામાં સામેલ થયા અને ગુન્હો કરેલ હતો
પકડાયેલ મુદ્દામાલ
(૧) અલગ-અલગ દરની ચલણી નોટો કુલ રોકડ રૂ.2,80,000/- તથા સદર ગુન્હામાં વપરાયેલ પાળીયુ (ધારીયુ)તથા લાકડાના ડંડાનંગ-૨ તથા એક હિરો પેશન પ્રો મોડલની મોટર સાયકલની કિ.રૂ.20, 000/- મળી કુલ કિ.રૂ.3,30,000/- નો મુદૃામાલ
પકડાયેલ આરોપી
(૧) પ્રકાશભાઇ રમેશભાઇ વસાવા (૨) સંજયભાઇ નટુભાઇ વસાવા (૩) કેતનભાઇ રમણભાઇ રાવળ (૪) કરણભાઇ બાલુભાઇ વસાવા (૫) કિશનભાઇ શંકરભાઇ વસાવા (૬) સંજયભાઇ ધુળાભાઇ ડાયમા ના ઓ પૈકીનં(૧),(૨),(૫),(૬)રહે.શકતીનગર ધનસુરા તા.ધનસુરા જી.અરવલ્લી (૩) રહે.પરબડી રામજી મંદીર પાછળ ધનસુરા તા.ધનસુરા જી.અરવલ્લી તથા (૪) રહે.એચ.પી.ગેસની બાજુમાં શીકા રોડ તા. ધનસુરા જી.અરવલ્લી