
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
ભિલોડા પો.સ્ટે ખાતે નોંધાયેલ GUJCTOC ગુન્હાના કામે આંતર જીલ્લા અને આંતર રાજયની ટોળકીના નાસતા ફરતા 4 આરોપીઓ સહિત કુલ 14 આરોપીઓ LCB એ ઝડપી પાડ્યા
ભિલોડા પો.સ્ટે ખાતે નોંધાયેલ GUJCTOC ગુન્હાના કામે આંતર જીલ્લા અને આંતર રાજયની ટોળકીના નાસતા ફરતા આરોપીઓ પૈકી ઉદેપુર જીલ્લાના ગુડા ઠેકાના સુરેશ કલાલ સહીત બાકી રહેલ કુલ-૪ આરોપીઓને અલગ અલગ ઠેકાણેથી LCB પોલીસે ઝડપી પાડ્યા
ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ (G.C.T.O.C) નો કાયદો સને ૨૦૧૫ માં ગુજરાત રાજયમાં અમલમાં આવેલ છે.જેનો ઉદ્દેશ સંગઠીત ગુના આચરતી ટોળકી* Organized Crime Syndicate” ના સાગરીતો એકબીજા સાથે મળી સંગઠીત થઇ ગુના આચરતી ટોળકી ને નિયંત્રણ લેવા માટેનો છે. જેને લઇ અરવલ્લી જીલ્લાના વિસ્તારમાં સંગઠીત ગુના આચરતી ટોળકીને નિયંત્રણ માં લેવા માટે અસંખ્ય ગુન્હાઓ આચરતા ઇસમનો ગુન્હાહિત ઇતિહાસ મેળવી અને આવા ગુન્હાઓ કરવામાં તેને અન્ય કયા કયા આરોપીઓની મદદ મેળવેલ તથા કોની કોની સાથે તે સળંગ ગુન્હાઓ આચરે છે તેની માહિતી મેળવવા સુચના આપેલ જે અન્વયે અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.ઇન્સ.એચ.પી.ગરાસીયા તથા પો.સ.ઈ સી.એમ.રાઠોડ તથા પો.સ.ઈ વી.જે.તોમર નાઓએ અતિગુપ્ત રાહે આવા ગુના આચરતી ટોળકી બાબતે ઇ-ગુજકોપ દ્રારા માહિતી મેળવવામાં આવેલ જેના ભાગ રૂપે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના તેમજ સાબરકાંઠા જીલ્લાના આજુ બાજુ ના વિસ્તારમાં રાજસ્થાન રાજયના અમુક ગુનેગાર ઇસમોએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગ્રીતો સાથે મળીને ગેર કાયદેસર રીતે વિદેશીદારૂની આયાત, સંગ્રહ અને વેચાણ માટે હેરાફેરી કરી મોટા પ્રમાણમાં પ્રોહી જથ્થો રાખી ગુનાઓ આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળકી “organized crime syndicate ” બનાવેલ છે અને આ ટોળીના મુખ્ય ગેંગ લીડર-અજયભાઇ સ/ઓ મહેશભાઈ ઉર્ફે દરજી સુકાભાઇ કલાસવા રહે.ભાણમેર તા. ભિલોડા જી.અરવલ્લીવાળા સંગઠીત ગુના આચરતી ટોળીના મુખ્ય સુત્રધાર (ગેંગલીડર) છે.અને છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગ્રીતો સાથે મળીને નાણાંકિય લાભ મેળવવા ના હેતુથી બહારના હરિયાણા, રાજસ્થાન, પંજાબમાં રાજયમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પ્રમાણમાં આયાત કરી તથા સંગ્રહ અને વેંચાણ કરી પોતાના આર્થીક ફાયદા સારૂ ગુન્હા ઓ આચરવા સંગઠીત ગુના આચરતી ટૉળકી બનાવેલ છે. જે ટોળકીના સભ્યો દ્રારા આ પ્રકારની ગે.કા. પ્રવૃતિથી દેશના અર્થ તંત્રને નુકસાન પહોંચાડેલ છે અને આ ગેંગના તમામ સાગ્રીતોએ છેલ્લા ઘણા સમય થી પ્રોહીધારાના ગુનાઓ આચરેલ છે અને અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે જે ગુનેગાર ગેંગના સભ્યોના નામ/સરનામા તથા દરેક વિરૂધ્ધ આ કામે મુખ્ય સુત્રધાર અજયભાઇ સ/ઓ મહેશભાઇ ઉર્ફે દરજી સુકા ભાઇ કલાસવા અને તેની ટોળકી મળી કુલ-૧૪ સભ્યો વિરૂધ્ધ તેના ગુન્હાહિત ઇતિહાસ આધારે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એકટ-૨૦૧૫ ની કલમ-૩(૧)ની પેટા કલમ-(૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪)મુજબનો ગુન્હો રજીસ્ટર કરી અગાઉ પ્રથમ કુલ-૧૦ આરોપીઓ હસ્તગત કરવામાં આવેલ તેમજ નીચે જણાવેલ બાકીના આરોપી ઓ પકડવા સારૂ અલગ અલગ ટીમો બનાવી ચક્ર ગતીમાન કરે જેમાં તમામ આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે એસ.સી/એસ.ટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એન.પી.આહીર નાઓને સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
૧. હસમુખભાઈ ઉર્ફે લાલો કકવાજી ડામોર રહે.કુંડોલપાલ તા.ભિલોડા જી.અરવલ્લી
२. ધવલકુમાર સુમનભાઇ જયસ્વાલ રહે.ગાયત્રીધામ સોસાયટી, બેરણા રોડ તા. હિંમતનગર જી.સાબરકાંઠા
૩. સુરેશભાઈ પન્નાલાલ કલાલ રહે.કેજડ તા.સરાડા જી.ઉદેપુર (રાજસ્થાન)
૪. ઉચીતકુમાર ઉર્ફે ઉસ્માન સંજયભાઈ મહેશભાઇ ઉપાધ્યાય રહે.૪, અવધપાર્ક સોસાયટી મારૂતીનગર મહાવિરનગર હિંમતનગર તા.હિમતનગર જી.સાબરકાંઠા હાલ રહે.બલવંતપુરા પ્રાથમિક શાળાની બાજુમાં ગોકુલનગર હિંમતનગર






