GUJARATLIMBADISURENDRANAGAR

લીંબડીના ચોરણીયા ગામના પાટિયા પાસે જેટકોના સબસ્ટેશની લાઈન ચોરીના મુદ્દામાલ સાથે 4 ઈસમો ઝડપાયા.

મહીન્દ્રા પીક અપ તથા એલ્યુમીનીયમ વાયર 1160 મીટર તથા મોબાઇલ ફોન નં 2 તથા રોકડ રૂપીયા સહિત સમગ્ર કુલ કી.રૂ. 12,43,080 નો મુદામાલ ઝડપાયો.

તા.28/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મહીન્દ્રા પીક અપ તથા એલ્યુમીનીયમ વાયર 1160 મીટર તથા મોબાઇલ ફોન નં 2 તથા રોકડ રૂપીયા સહિત સમગ્ર કુલ કી.રૂ. 12,43,080 નો મુદામાલ ઝડપાયો.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા સાહેબની સુચના મુજબ જીલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ ઇલેક્ટ્રીક વાયર ચોરી તથા વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના આરોપીઓ તાત્કાલીક પકડી પાડવા, તેમજ ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરનાર ઇસમો વિરૂધ્ધ ખાસ એકશન પ્લાન તૈયાર કરી, હ્યુમનસોર્સ તથા નેત્રમ સી. સી. ટી. વી. તથા ટેકનીકલ સેલ ની મદદથી વધુમાં વધુ ગુન્હાઓ ડીટેકટ કરવા એલસીબી પીઆઇ જે. જે. જાડેજા નાઓને સુચના તથા માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઇ એન. એ. રાયમા નાઓએ એલસીબીની તથા પેરોલ ફર્લો સ્કોડના વિજયસિંહ પરમાર, કુલદીપભાઇ બોરીયા, કિશનભાઇ ભરવાડ, મેહુલભાઈ મકવાણા સહિત અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં હાઇવે રસ્તાઓ પર સધન પેટ્રોલીંગ ફરી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મેળવી લીંબડી પોલીસ સ્ટેશનના ચોરણીયા ગામના પાટીયા પાસે જેટકોના સબ સ્ટેશનની લાઇનના ચોરી કરેલ આરોપી જેમાં, સિકંદરભાઇ મામદભાઇ મોખા રહે, ગામ નાના વરનોરા પોસ્ટ ઓફીસ નાગોર કચ્છ ભુજ, નદીમ અલીમામદભાઇ મોખા રહે, ગામ નાના વરનોરા સ્કુલ પાસે પોસ્ટ ઓફીસ નાગોર કચ્છ ભુજ, અસલમભાઇ ઉર્ફે અસલીમભાઈ રાણાભાઇ મોખા રહે, ગામ નાના વરનોરા સ્કુલ પાસે પોસ્ટ ઓફીસ નાગોર કચ્છ, મામદભાઇ જુસબભાઇ ત્રાયા રહે, ગામ નાના વરનોરા સ્કુલ પાસે પોસ્ટ ઓફીસ નાગોર કચ્છ ભુજ વાળાઓ પાસેથી એલ્યુમીનીયમનો વાયર આશરે ૧૧૬૦ મીટર કી.રૂ.6,24,080 તથા એક મહેન્દ્ર પીકપ કિ.રૂ.5,00,000 તથા રોકડ રૂ.1,09,000 તથા મોબાઇલ નંગ 2 કિ.રૂ.10,000 અન્ય મુદામાલ સાથે કુલ કી.રૂ.12,43,080 ના મુદામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી મજકુર ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!