MEHSANAVISNAGAR

વિસનગરની ૧૫૦ આંગણવાડીમાં થીમ પ્રમાણે ગૃહ મુલાકાત અને પાણી બચાવો અંતર્ગત પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો

વિસનગર શહેરના આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત

વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર

રાજ્ય અને મહેસાણા જિલ્લા સહિત વિસનગર શહેરની આંગણવાડી કેન્દ્ર ખાતે પણ પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે. પોષણ પખવાડિયા અંતર્ગત આજે વિસનગર ની ૧૫૦ આંગણવાડી મા થીમ પ્રમાણે ગૃહ મુલાકાત અને પાણી બચાવો અંતર્ગત પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તેમજ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સમજ આપવામાં આવી હતી .
આ સિવાય લાભાર્થી મહિલાઓને બાળક માટે પ્રથમ ૧૦૦૦ દિવસ (ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધી)ની સારસંભાળ, માતાઓને સગર્ભાવસ્થા અને બાળકના જન્મ સમય દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો, બાળકના ઉછેરની રીત, છ માસ દરમિયાન ફક્ત સ્તનપાન, બાળકને છ માસ બાદ ઉપરી આહારનું પ્રમાણ, સમતોલ આહાર, પૌષ્ટિક આહાર અને પોષણ મૂલ્યની સમજ, એનીમિયા નિવારણના પગલાં તેમજ સરકારની વિવિધ યોજનાના લાભો અંગે માર્ગદર્શન અપાઈ રહ્યું છે. સ્વસ્થ જીવન શૈલી માટે બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ ઘટે, તે હેતુસર પૌષ્ટિક આહારની પણ ચર્ચા કરાઈ છે. તેમજ કાર્યક્રમના અંતે ‘સહી પોષણ, દેશ રોશન’ની નેમ સાથે લાભાર્થીઓ શપથ લે છે. મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો સહીતનો સ્ટાફ સૌ આમાં સહભાગી બનેલ છે.

Back to top button
error: Content is protected !!