ઊંઝા ના ઉનાવા ડાભી ગામેથી ₹ ૩,૪૪,૦૬૪નો વિદેશી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
એલસીબી પોલીસે બાતમી ના આધારે ઊંઝાના ઉનાવા ડાભી ગામે ખેતરમાં જુવાર ના પૂડા માં છુપાવી રાખેલ વિદેશી દારૂ ની ૨૨૫૬ બોટલો ઝડપી પાડી એક ઇસમની અટકાયત કરી બે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ એલસીબી પોલીસ ને જીલ્લા પોલીસ અધિક્ષકે દ્વારા જુગાર તેમજ પ્રોહીબેશનના વધતા કેસો અટકાવવા માટે સફળ કામગીરી કરવાની સૂચના અનુસાર એલસીબી પોલીસ પેટ્રોલીંગ માં હતી.તે સમયે ખાનગીમાં બાતમી મળી હતીકે ઊંઝા તાલુકાના ઉનાવા ના ડાભી ગામે ઠાકોર દશરથજી ના ખેતરોમાં જુવાર વાળા ખેતરમાં વિદેશી દારૂ છુપાવેલ છે. તેવી મળેલી બાતમી ની ખરાઈ કરતા એલસીબી પોલીસે દશરથજી ચતુરજી ઠાકોર સુરપુરા ડાભી જવાના રોડ ઉપર પોતાના ભોગવટો વાળા ખેતરોમાં જુવારના પૂડા માંથી બીયર વિદેશી દારૂ ની કુલ ૨૨૫૬ બોટલો રૂપિયા ૩,૪૪,૬૪/-નો મુદ્દામાલ જપ્ત કરી દશરથજી ઠાકોર તેમજ ફરાર પ્રેમસિંહ રાજસ્થાન વાળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.