વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૭ જાન્યુઆરી : શ્રી માધવ સેવા સંસ્થા સંચાલિત માતૃશ્રી સ્વ. દેવકાબેન કાનજીભાઈ શીરવી કેમ્પસ શ્રી માધવ વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ માં આજે વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર ના વ્યવસ્થાપક શ્રી ખુશાલભાઈ ગાલા મંત્રીશ્રી હોથુંભા જાડેજા અને દિવ્યાંગ અંત્યવાસી નાનજીભાઈ કોલી દ્વારા આજના દિવસે બાળકોને બ્રેઈલ લિપિ વિશે બાળકોને માહિતગાર કરી શાળામાં વિશ્વ બ્રેઈલ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.વિશ્વ બ્રેઇલ દિવસ દર વર્ષે ૪ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે બ્રેઇલ લિપિની શોધ લુઇસ બ્રેલે કરી હતી.તેથી તેમના માનમાં તેમની જન્મ જયંતી ને વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંગે ની માહિતી આપવામાં આવી હતી,તેમજ દિવ્યાંગ લોકો કેવી રીતે વાંચન,ગણન, લેખન તેમજ રમત સાથે ગમત કરે છે જેની તમામ બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના અંતે શાળાના પ્રધાન આચાર્યશ્રી દ્વારા પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કરેલ.શાળાના આચાર્યશ્રીઓ જીનીતભાઈ વાસાણી , દેવકુમાર તાવડીવાલા , સીમાબેન શીરવી, જીનલબેન સંઘાર , શિલ્પાબેન મેણીયા , વગેરે નો સારો સહકાર મળેલ. સંસ્થાનાં મંત્રી શ્રી હોથુજી પી.જાડેજા એ સંસ્થા વતી તમામ નો આભાર વ્યકત કરેલ.