NANDODNARMADA

રાજપીપળા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખાતે “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

રાજપીપળા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખાતે “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

પ્રતિ વર્ષ ૫મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ વિવિધ થીમ આધારિત ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૫ માટે યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા જાહેર કરાયેલ થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” (Ending Plastic Pollution) છે.

 

આ થીમના અંતર્ગત ધી રીજનલ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસિએશન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ, રાજપીપળા (નર્મદા જિલ્લો) ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

આ કાર્યક્રમ આશ્રિત બાળકો અને હોમના કર્મચારીઓ સાથે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ નર્મદા, જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી નર્મદા દ્વારા સંયુક્ત ભાગીદારીપણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

 

આ અવસરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીરતાના મુદ્દે જાગૃતતા ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો. UNEP અનુસાર, પ્લાસ્ટિક હવે માત્ર ધરતી નહીં, પણ પાણી, ખોરાક અને શ્વાસ દ્વારા માનવ શરીરમાં પ્રવેશી રહ્યો છે.

 

પ્લાસ્ટિક પ્રદૂષણ સમગ્ર પર્યાવરણ માટે ચિંતાજનક મુદ્દો બની ગયો છે. તેના નિવારણ માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત છે અને આવા જાગૃતિના કાર્યક્રમો દ્વારા લોકો પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે પ્રેરણા મળે છે.

Back to top button
error: Content is protected !!