AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની એલસીબી પોલીસની ટીમે કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડયો,કુલ 7.57 લાખનો મુદ્દામાલ જપ્ત,ચાલક ફરાર..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજન તથા તેમની ટીમ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારનાં કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન વઘઇ સાપુતારા રોડ ઉપર બોટાનિકલ ગાર્ડન પાસે આવતા એલ.સી.બી ટીમને બાતમી મળેલ કે વઘઇ તાલુકાનાં બારખાંદિયા તરફથી એક ગ્રે કલરની ટોયટા કંપનીની ઇનોવા ક્રિષ્ટા ગાડી નંબર જી.જે.05.જે.આર.7506 મરાઠી ભાષામાં લખેલ નંબર પ્લેટ વાળી શંકાસ્પદ ફોરવહીલ ગાડી વઘઇ તરફ આવે છે.જે બાતમી હકીકત વાળી ઇનોવા ક્રિસ્ટા ફોરવ્હીલ ગાડી દેવીપાડા ગામ પાસે આવતા તેને સરકારી વાહનથી આડાસ કરી બેટરીના ટોર્ચના અજવાળે ઇશારો કરી ઉભી રાખવાનો પ્રયત્ન કરાયો હતો.જેથી ઇનોવા ક્રિસ્ટા ફોરવ્હીલ ગાડીનાં ચાલકે રોડની સાઇડમાંથી પુર ઝડપે પોતાની ગાડી હંકારી લઇ જતા તેનો પીછો કરતા વઘઇ આર.ટી.ઓ. સર્કલથી આગળ આવેલ વળાંકમાં પલ્ટી મારી દેતા ચાલક ઇસમ અંધારાનો લાભ લઈ ભાગી ગયેલ હતો.બાદમાં ઇનોવા ક્રિસ્ટા ફોરવ્હીલ ગાડી પાસે જઈ ગાડીનો દરવાજો ખોલી ટોર્ચના અજવાળે ગાડીમાં જોતા વચ્ચેની સીટમાં તથા પાછળની સીટમાં પ્રોહી મુદ્દામાલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની વ્હીસ્કી તથા બીયર ટીનની બાટલી કુલ નંગ-1296 જેની કિંમત રૂપિયા 3,07,680/- તથા ઇનોવા ફોરવ્હીલ ગાડી નંગ-01 જેની કિંમત રૂપિયા 4,50,000/- સાથે મળી કુલ કિંમત રૂપિયા 7,57,680/- નો પ્રોહી મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.જેમાં મુખ્ય સુત્રધાર ગાડી ચાલક પોલીસ પકડથી દૂર હોય જેથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.જેને લઇને વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયા અને એલ.સી.બી.પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમે પ્રોહીબીશન એક્ટની કલમ-૬૫(એ)(ઈ),૮૧,૯૮(૨), ૧૧૬ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!