ARAVALLIGUJARATMODASA

મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં ગાંજાનું અને એમડી ડ્રગ્સનું નેટવર્ક ભેદવામાં LCB ,SOG પોલીસનો પનો ટૂંકો..!!

મોડાસા શહેરમાં ડ્રગ્સ માફિયાઓ એમડી ડ્રગ્સના નશાના દલદલમાં ફસાયેલ અનેક યુવકોનો જ પેડલર તરીકે ઉપયોગ કરતા હોવાની ચર્ચા 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : લો બોલો…!! ડ્રગ્સ પેડલરોનું મોડાસા શહેરમાં ગોગો, બિચ્છુ,બ્લેક સર્કિટ અને પિયાનોના કોર્ડ વર્ડથી નેટવર્ક

મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં ગાંજાનું અને એમડી ડ્રગ્સનું નેટવર્ક ભેદવામાં LCB ,SOG પોલીસનો પનો ટૂંકો..!!

*એમડી ડ્રગ્સનું દૂષણ બિલ્લી પગે શહેરમાં ઘર કરી રહ્યું છે પોલીસ ઉંગતું જ દાબી દે તો અનેક યુવા ડ્રગ્સ રેકેટથી બચી જશે

મોડાસા શહેરમાં ડ્રગ્સ માફિયાઓ એમડી ડ્રગ્સના નશાના દલદલમાં ફસાયેલ અનેક યુવકોનો જ પેડલર તરીકે ઉપયોગ કરતા હોવાની ચર્ચા

શહેરની કેટલીક યુવતીઓ ગાંજાના કસ બિંદાસ્ત ખેંચતી બાયપાસ રોડ પર જોવા મળતી હોવાની ચર્ચા

યુવાનો દેશી-વિદેશી દારૂ પીવામાં પોલીસ પકડનો ડર રહેતો હોવાની સાથે તેની સ્મેલથી પરિવારજનોને પણ ખબર પડી જવાની સંભાવનાના પગલે ગાંજા અને એમડીનો નશો વધ્યો

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં યુવાધન ગાંજા, ચરસ, એમડી ડ્રગ્સના નશાની ચુંગાલમાં ફસાઈ રહ્યું છે સાંજ પડતાની સાથે ગાંજાનો કસ ખેંચી અનેક યુવાનો નશાની હાલતમાં ડૂબી બરબાદીના પંથે ધકેલાઈ રહ્યા છે શહેરના બાયપાસ રોડ પર,રેલવે સ્ટેશન નજીક તેમજ ધોબીધાળ વિસ્તારમાં અનેક યુવાનો ગાંજાનો નશો કરવા એકઠા થતા હોવાની ચર્ચા ચાલી રહી છે જીલ્લા પોલીસતંત્રએ ધોબીઢાળમાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ કરી ગાંજાનું વેચાણ કરનાર આરોપીને દબોચી લેતા હાલ પુરતું ધોબીઢાળ વિસ્તારમાં ગાંજાનો વેપલો અટકી ગયો છે

મોડાસા શહેરમાં ડ્રગ્સ માફિયાઓ રાજસ્થાન,મધ્યપ્રદેશ અને સુરત સહિત અનેક વિસ્તારોમાંથી ગાંજો અને એમડી ડ્રગ્સ કેરિયર મારફતે મંગાવી રહ્યા છે ડ્રગ્સ માફિયાઓ ગાંજાના નશેડીઓને જ કેરિયર તરીકે ઉપયોગ કરી સુરત શહેરમાંથી ગાંજો અને એમડી ડ્રગ્સ સરકારી બસમાં બિન્દાસ્ત લાવવામાં આવી રહ્યું છે મોડાસા શહેરમાં ડ્રગ્સ માફિયાઓ નશાના બંધાણીઓને સોશ્યલ મીડિયા મારફતે સંપર્ક કરી પોલીસ પકડથી બચવા ગોગો, બિચ્છુ,બ્લેક સર્કિટ અને પિયાનોના કોર્ડ વર્ડથી ડ્રગ્સ પહોચાડી રહ્યા છે શહેર સહિત જીલ્લાના અનેક લબરમુછીયા યુવાનો ગાંજા અને એમડી ડ્રગ્સના નશાના રવાડે ચઢી બરબાદીના ગર્તામાં ધકેલાઇ રહ્યા છે

અરવલ્લી જીલ્લા એલસીબી અને એસઓજી પોલીસ મોડાસા શહેરમાં વેચાતા ગાંજા અને એમડી ડ્રગ્સના ચક્રવ્યુહને ભેદવામાં મહદઅંશે નિષ્ફળ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લા SP મનોહરસિંહ જાડેજા ગાંજા અને એમડી ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા પોલીસતંત્રની ટાસ્ક ફોર્સ બનાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે

Back to top button
error: Content is protected !!