હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે.ના છેતરપિંડીનાં ગુન્હામાં છેલ્લા ૦૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે.ના છેતરપિંડીનાં ગુન્હામાં છેલ્લા ૦૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ. જે સુચના અન્વયે શ્રી ડી.સી. સાકરીયા પો.ઈન્સ. એસ.ઓ.જી. સાબરકાંઠાનાઓની સુચના મુજબ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી અન્વયે હિમતનગર એ ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમિયાન હિંમતનગર બી ડીવિજન ગુ.ર.નં-૫૨/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી ભાવેશકુમાર મણીલાલ ભાવસાર રહે.૧૦/૧૧૨ આકાશ દિપ એપાર્ટમેન્ટ,પેટ્રોલ પંપની પાછળ, નવા વાડજ, અખબાર નગર, અમદાવાદવાળા બાબતે આ.હે.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્તસિંહ બ. નં.-૩૯૫ તથા અ.પો.કોન્સ. પંકજકુમાર કાન્તિલાલ બ.નં-૮૯૬ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકીકત અન્વયે સદરી નાસતા ફરતા આરોપીને હિમતનગર ખાતેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૩૫ (૧) (જે) મુજબ અટક કરી કાર્યદેસરની કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે. સુપરત કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર કર્મચારી:-
(૧) અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ બ.નં. ૪૮૧
(૨) આ.હે.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્તસિંહ બ.ન.૩૯૫
(૩) આ.પો.કોન્સ. ભાવેશભાઈ પશાભાઈ બ.નં. ૯૦
(૪) અ.પો.કોન્સ. પંકજકુમાર કાન્તિલાલ બ.નં. ૮૯૬



