MLA ચૈતર વસાવા સહિતના આગેવાનોને કેવડીયા જતા ડેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી.
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા

hw-remosaic: true;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 6235;
AI_Scene: (-1, -1);
aec_lux: 95.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 42;

hw-remosaic: true;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 6058;
AI_Scene: (-1, -1);
aec_lux: 96.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 40;
નર્મદા જીલ્લાના કેવડીયામાં બે આદિવાસી યુવાનોની હત્યા થઇ હતી તેના અનુંસંધાને આજરોજ 13 ઓગસ્ટના રોજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને સામાજિક આગેવાનો કેવડીયા ખાતે જતા નર્મદા પોલીસ દ્વારા દેડીયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી. આ દરમિયાન ચૈતરભાઇ વસાવાએ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે બે જણને માર્યા છે અને કાલે 10 જણને મારવામાં આવશે તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનું? અમને ન્યાય જોઈએ છે માટે અમે કેવડિયા જવાના છીએ. અમે આઠ તારીખે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને 9 તારીખે કેવડિયા ગરૂડેશ્વરમાં બંધ પણ પાડ્યું. અમે આ દરમિયાન કોઈપણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું. અમે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરીએ છીએ તો પછી કેમ અમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નથી કરવા દેવામાં આવતો. શા માટે અમને ઘરેથી ડિટેન કરવામાં આવે છે, રસ્તામાં જતા રોકવામાં આવે છે,
અમારી એટલી જ માંગણીઓ છે કે આ ઘટનાની એફઆઇઆરમાં એજન્સીના માલિકનું નામ અને નોડલ અધિકારીનું નામ નાખો. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે એક સામાજિક કાર્યક્રમ છે તેમાં પણ પોલીસ શા માટે તાનાશાહી રૂપે વર્તન કરી રહી છે? આજે એ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તેમાં કોઈ પણ ભાષણબાજી કરવાની નથી કારણ કે એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી તેમ છતાં પણ અમને રોકવામાં આવ્યા છે. અમારા સમાજના લોકોને અમારી જમીન પર બાંધીને ઢોર મારવામાં આવે છે અને હત્યા કરવામાં આવે છે તે અમે નહીં સાંખી લઈએ. ક્યાં સુધી અમારા લોકો પર આ રીતે જુલમ કરવામાં આવશે? અમને દુઃખ થાય છે કે આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આ ઘટના પર રાજનીતિ કરી રહ્યા છે. જો અમારા જેવા ધારાસભ્યને પણ તમે નજરકેદ કરી દેશો તો અમને ન્યાય કઈ રીતે મળશે,


