BANASKANTHAGUJARATPALANPUR
મેતા પગાર કેન્દ્ર શાળાના નવિન બિલ્ડિંગ નું લોકાર્પણ કરવામાં આવ્યું
24 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ ના મેતા પગાર કેન્દ્ર શાળા ખાતે નવિન બિલ્ડિંગ, પ્રાર્થનાહૉલ, પ્રવેશદ્વાર તેમજ પાણીની પરબનું લોકાર્પણ કરવા જિ. પ્રા. શિ. અધિકારી વિનુભાઈ પટેલ ની અધ્યક્ષતા માં તથા મેતા ગામ ના તમામ દાતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં શનિવારે સમારોહ યોજાયો હતો.જેમાં તા.પ્રા.શિ.ભરતભાઈ ચૌધરી પુવૅ. તા.પ્રા.શિ. કલાવતી બેન પટેલ, બીઆરસી ડૉ. માંઘજી ભાઈ ચૌધરી સહિત જિ.તાલુકા ના પદાધિકારીઓ કમૅચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં મેતા આચાર્ય, શિક્ષકો, વાલીઓ દ્વારા મહેમાનો, દાતાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ બનાવવા મેતા શાળા પરિવારે જેહમત ઉઠાવી હતી.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ