એરાઉન્ડ ધ જોડીયા-જોડીયા પંથકના હાલ હવાલ જાણો

જામનગર જીલ્લાના જોડીયા પંથકના વિવિધતાસભર અહેવાલો પ્રેસ પ્રતિનિધી રમેશભાઇ ટાંક એ જણાવ્યા છે
__________
જોડિયા માં ૭૦ ના દાયકા થી સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં પ્રચીન પ્રદધતિ થી સારવાર અપાય છે_!
જોડિયા:- સમુદ્ર મંથન સમયે ભગવાન શ્રી ઘનંવતરી નો પ્રદુભાવ થયો. અને તેવો આયુર્વેદ ના જન્મદાતા. પૌરાણિક કાળ થી દેવી દેવતાઓ. રુુષિ મુનીઓ આયુર્વેદ ના ઉપયોગ કરતાં હતાં તયાર બાદ માનવ સમાજ ને આયુર્વેદ ના લાભ મળવવા લાગયો, આયુર્વેદ ના નિષ્ણાંત ડો. દ્વારા નિદાન અને સારવાર દરદીઓ ને લાંબાગાળા પછી જડમુળથી રોગો થી મુકિત મળે છે. ૭૦ ના દાયકા થી જોડિયા માં સરકારી આયુર્વેદ હોસ્પિટલ અસ્તિત્વ ધરાવે છે. તાલુકા ના ગામડાઓ સહિત ઘોલ ના વિવિધ રોગો થી પિડીત દરદીઓ આયુર્વેદ નું નિદાન અને સારવાર માટે હોસ્પિટલ માં મોટી સંખ્યામાં પ્રચીન પ્રધતિ થી લાભ મેળવી રહ્યા છે. આયુર્વેદ ના નિષ્ણાંત પંચકર્મ તબીબ આંનદ કુમાર જયસ્વાલ દેખરેખ હેઠળ નિદાન અને સારવાર ના કારણે તબીબી જયસ્વાલ ની દિવસો દિવસ લોકચાહના માં વધારો થઈ રહ્યો છે. તે ઉપરાંત હોસ્પિટલ ના વિવિધ વિભાગ અન્ય કર્મચારી નું દરદીઓ પ્રતિ શાલીનતા નો ભાવ દરદીઓ પરાયો ના અહેસાસ થવો દેતા નથી સારવાર બાદ દરદીઓ હસ્તે મોંઠે હોસ્પિટલ થી વિદાય લેતા હોય છે. _!
__________
જોડિયા માં જન સમસ્યા અંગે ઉપસરપંચ તથા ચાર સભ્યો નું તંત્ર સમક્ષ રજુઆત_!
જોડિયા :- તાજેતરમાં ગ્રામ પંચાયત ની ચુંટણી બાદ પંચાયત બોડી દ્વારા ગામની સમસ્યા અંગે ઉપસરપંચ હાર્દિક લીંબાણી તથા અન્ય ચાર સભયો દ્વારા ત, કમ મંત્રી અને તા, વિ, અધિકારી ને લિખિત રજુઆત માં ગામની જાહેર સ્થળો તથા પંચાયત કચેરી માં C. C. T. V. કેમરા લગાવા. ગામની ભુગર્ભ ગટર જે નિષ્ફળ નિવળેલ છે નવેસરથી ભુગર્ભ ગટર ને બાયપાસ કરવું તથા પાછલાં બોડી દ્વારા વિકાસ ના કામો જે પેંડીગ છે તે કામો ની અમલવારી જલ્દી કરવા માટે મંજુરી આપવી તેવી રજુઆત કરાઇ છે
___________
જોડિયા ગામ માટે પીવા નું પાણી સમસ્યા થી ગામલોકો ભોગવી રહ્યા છે. _!
જોડિયા:- દેશ આજાદી પૂર્વ ગામના લોકો અનેક દોર જોઈ ચુક્યા છે. અને પછી ૨૦૦ વર્ષ અંગ્રેજો ની હકૂમત પણ.છંતા ઉપરોક્ત સતાધીશો ના સમય લોકો ને પીવા ની પાણી ની સમસ્યા ના અભિશાપ આજે પણ અનુભવ ધરાવા સિવાય છુંટકો નથી. રાજાશાહી સમય જોડિયા ગામ ની વસતિ ૪૦ હજાર ઉપર હતી તે વખતના નવાનગર રાજવી નામદાર જામ સાહેબ દ્વારા જોડિયા ની ઉંડ નદી વિસ્તારમાં પાંચ જેટલા કુવાઓ નું નિર્માણ તથા નદી પર કોંકિટ સિમેન્ટ નો પાળો અને મસાણિયા ચેકડેમ બંધાવી આપ્યું હતુ.આજે પણ મસાણિયા ચેકડેમ હયાત છે. દેશની આજાદી પહેલા જોડિયા ની જાહોજલાલી હતી ગામના પીવા ની પાણી ની સમસ્યા દુર કરવા માટે ગામના દાનવીર શ્રી શેઠ હંસરાજભાઈ મિરાણી એ પોતાના ખરચે જોડિયા ની ૧૧ કિલોમીટર લખતર ની ઉંડ નદી થી જોડિયા સુધી પાણી ની પાઈપ નખાવી ગામલોકો પાણી પોહચળવા નું શ્રેષ્ઠ કાર્ય કરેલ.
૬૦ દાયકા ના ગુજરાત માં પંચાયત રાજ ની સ્થાપના થઈ. લોકશાહી ના નામે અનેક સરકારોએ વિકાસ ના સપના રાજય ની પ્રજા ને દેખાળયા. જેમાં થી એક પાણી ના વાણી નેતાઓ માટે મતબેંક.રાજય નું પાણી પુરવઠા બોર્ડ દ્વારા જોડિયા સુધી પાણી ની પાઈપલાઈન પણ નાખેલ.સાથે પાણી ના ઊંચો ટાંકો નું નિર્માણ પણ કરાવું જેથી ગામલોકો” જસ સે નળ” દ્વારા વિતરણ. તે સમય અને દિવસ થી ૧૦ દિવસ માં પાણી વિતરણ માં કશું ફેરફાર થયો નથી. હાલ માં રાજય નું પાણી પુરવઠા બોર્ડ દ્વારા મજોઠ પાસે નર્મદા નું ૬.લાખ લીટર પાણી જોડિયા માટે આપી રહયું છંતા. જોડિયા પંચાયત ના રાજકીય કાવાદાવા અને જોડિયા પંચાયત કર્મચારીઓ સતાધીશો ના હાથો બનવા ને કારણે ગામલોકો ને ૮ થી ૧૦ દિવસે પાણી મળે છે. આ સમગ્ર બાબત સરકાર ની અધિકારીઓ તથા ચુંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપરાંત નેતાઓ પણ વાફેક છે હાલમાં નર્મદા નું પાણી ટાંકી થી છલકાઈ ને જાહેર રસ્તા ને પાવન કરે છે આ વાત ની જાણ પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ ને પણ છે. છતાં ગામલોકો ને નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા જીલ્લા પંચાયત તદ્દન નિષ્ફળતા નો કંલક ધરાવે છે.
_________
મુંબઈ ના મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના ના પ્રમુખ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધ અપમાન જનક નિવેદન થી ગુજરાત પાટીદાર સમાજ માં રોષ_!
જોડિયા:- દેશ આજાદી બાદ ભારત સરકાર ના પ્રથમ ગૃહ મંત્રી ગુજરાત ના પનોતા પુત્ર જે દેશ ના લોખંડી પુરુષ તરીકે જેના ગણના થાય છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધ તાજેતરમાં મુંબઈ મહારાષ્ટ્ર ના નવ નિર્માણ સેના ના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા વિવાદાસ્પદ નિવેદન થી ગુજરાત ના પાટીદાર સમાજ માં રોષ ની લાગણી જોવા મળેલ. રાજ ઠાકરે દ્વારા મરાઠી મત બેંક નુ રાજકારણ હેઠળ સરદાર પટેલ અને મોરારજી દેસાઈ અંગે વિવાદાસ્પદ નિવેદન થી ગુજરાત માં રાજકીય અને બિનરાજકીય માટે વિવાદ નો મુદ્દો બન્યો છે તેવાં માં પાટીદાર સમાજે હાથો હાથ લીધો છે. જોડિયા તાલુકા ના પીઠડ ગામના પાટીદાર સમાજ ના યુવાન હાર્દિક ભોજાણી એ જામનગર જિલ્લા કલેકટર શ્રી ને ઈમેલમારફત મુંબઈ ના રાજકીય નેતા રાજ ઠાકરે સામે કડક કાર્યવાહી થાય તે અંગે રજુઆત કરી છે.
______________







