
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં રંભાસ ગામ નજીકનાં વળાંકમાં હુંડાય ક્રેટા ગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો..
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી વાંસદા તરફ જઈ રહેલ હુંડાઈ ક્રેટા ગાડી.ન.એમ.એચ.15.જી.આર.1432 જે વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં રંભાસ ગામ નજીકનાં વળાંકમાં અચાનક સ્ટેયરિંગ લોક થઈ જતા ચાલકે કાબુ ગુમાવતા આ કાર માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ક્રેટા ગાડીને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ક્રેટા ગાડીમાં સવાર બે ઇસમોને નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..




