અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
વિકાસ સપ્તાહ – અરવલ્લી,યુવા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં વ્યાખ્યાન માળા યોજાઈ
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના વહીવટી તંત્ર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યુવા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત વ્યાખ્યાનમાળાનું આયોજન મહિલા ITI, મોડાસા અને શ્રી શ્રદ્ધા બી.સી.એ કોલેજ, ધનસુરા ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્રીય વિકાસ, આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ લાવવાનો હતો. વિવિધ ક્ષેત્રોના પ્રેરણાદાયી વક્તાઓએ યુવાનોને પોતાના જીવનમાં લક્ષ્યનિર્ધારણ, સમયનું સદુપયોગ અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કર્યા હતા.વક્તાઓએ ઉલ્લેખ કર્યો કે, આજના યુવાનો દેશના વિકાસના મુખ્ય આધારસ્તંભ છે. દરેક યુવાને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને રાષ્ટ્રનિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંતમાં તમામ ઉપસ્થિત અધિકારીઓ, પ્રોફેસરો, વિદ્યાર્થીમિત્રો અને મહેમાનો દ્વારા “ભારત વિકાસની પ્રતિજ્ઞા” લઇ દેશના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ થવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મહિલા ITI, મોડાસા અને શ્રી શ્રદ્ધા બી.સી.એ કોલેજ, ધનસુરાના વિવિધ ફેકલ્ટીના પ્રોફેસર ઓ, કોલેજોના વિદ્યાર્થીઓ અને યુવા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.