DAHODGUJARAT

રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન

તા.૧૭.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન

રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાન તારીખ ૮ ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે. “તમારા ગામમાં, તમારા દ્વાર સુધી” ના સંદેશ સાથે આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.આ અભિયાનની મોનીટરીંગ તથા ફિલ્ડ મુલાકાત માટે ભારત સરકાર તરફથી ડૉ. આશિષ વાગ, ડૉ. કિરણ અખાડે (અસિસ્ટન્ટ ડિરેક્ટર – RLTRI) તેમજ ડૉ. સુધિર વાંજે દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમના દ્વારા દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટની મુલાકાત લઈ રક્તપિત્ત દર્દી શોધ અભિયાનની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.મુલાકાત દરમિયાન જણાવવામાં આવ્યું કે રક્તપિત્તના દર્દીઓ મોટાભાગે અગાઉના દર્દીઓના સંપર્કમાં જોવા મળતા હોય છે, તેથી છેલ્લા પાંચ વર્ષના દર્દીઓના સંપર્કમાં રહેલા વ્યક્તિઓનું વારંવાર ફોલોઅપ કરવું અતિ આવશ્યક છે, જેથી નવા દર્દીઓની સમયસર ઓળખ શક્ય બને.જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રાબડાલ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત LCDC કેમ્પેઇન દરમિયાન મળેલા રક્તપિત્તના દર્દીઓની ગૃહ મુલાકાત લઈ વધુ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ નેશનલ ટીમ દ્વારા જિલ્લા રક્તપિત્ત કચેરી, દાહોદની મુલાકાત લઈ જિલ્લામાં રક્તપિત્તના દર્દીઓ અંગે સંપૂર્ણ ચિતાર મેળવવામાં આવ્યો હતો. આ સાથે જિલ્લા પંચાયત દાહોદ ખાતે માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત સાથે મુલાકાત કરી, રક્તપિત્ત દર્દી શોધ અભિયાન દરમિયાન શંકાસ્પદ દર્દીઓની સ્પર્શ દ્વારા તપાસ તથા બાળ દર્દીઓ માટે વધુમાં વધુ સ્ક્રીનિંગ કરવામાં આવે તે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.દાહોદ જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૪૨ દર્દીઓ મળી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. નેશનલ ટીમ દ્વારા જણાવાયું કે રક્તપિત્તના દર્દીઓ હજુ પણ સમાજ માં છે, પરંતુ તેમને શોધવા માટે આવા વિશેષ અભિયાન અત્યંત જરૂરી છે.આ સમગ્ર કામગીરી દરમિયાન જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા હાજર રહી નેશનલ ટીમને જરૂરી તમામ માહિતી અને સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!