ધરતીમાતાનું ઋણ ચુકવવા સદા તત્પરતા દાખવીએ

૨૨મી એપ્રિલ, વિશ્વ ધરતીદિન-૨૦૨૫ આપણી પૃથ્વી, આપણી પોષક-ઊર્જા
આવતીકાલને વધુ સ્વચ્છ બનાવવા, સામૂહિક પગલાં ભરીએ
[આલેખન———–નરેશ ઠાકર, પૂર્વ પીઆર.ઓ., જીપીસીબી]
ક્લાયમેટ ચેન્જ, પ્રદૂષણ, જૈવિક વિવિધતાને હાનિ, વન-વૃક્ષ છેદન, તેમજ કુદરતી સંસાધનોનો બેફામ વપરાશ જેવી માનવીય અતિરેક પ્રવૃત્તિઓ, પર્યાવરણીય સમસ્યાઓનું નોંધપાત્ર કારણ બની રહ્યું છે. પરિણામે, પૃથ્વી આશ્રિત તમામ જીવસૃષ્ટીનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. જનસમૂહોને સ્પર્શતી ગંભીર વિષયો બાબતે લોકોને ચેતવીને જાગૃત કરવા, તેમજ રાજકીય ઇચ્છાશક્તિ ઊભી કરીને જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરવાના ઉમદા હેતુથી, વિશ્વના ઘણા સમુદાયો નિર્ધારિત આંતરરાષ્ટ્રીય જુદાજુદા દિન પ્રસંગે કાર્યક્રમો યોજે છે. આ પ્રસંગોએ વૈશ્વિક મૂળભૂત સમસ્યાઓની ચર્ચા કરે છે. સાથોસાથ, સમસ્યાઓના ઉકેલ માટે હાંસલ થયેલ સિદ્ધિઓનો વ્યાપક ફેલાવો કરીને લોકોના પ્રયાસોને મજબૂત બનાવે છે.
૨૨મી એપ્રિલ ૧૯૭૦ના રોજ, અમેરિકામાં કથળેલ વાતાવરણ સામે આક્રોશ પ્રગટ કરવા, નાગરિકોએ કેલિફોર્નિયામાં પ્રથમ વખત ‘ધરતીદિન’, વિષયક ઉગ્ર ચળવળ કરી હતી. આ ઘટનાના વીસ વર્ષ પછી, તેના સંભારણામાં, ૧૯૯૦ના દાયકામાં વૈશ્વિક સ્તરે રરમી એપ્રિલને ‘ધરતીદિન’ તરીકે ગણવાનું ઉચિત લાગ્યું હતું. યુએન. યુનાઇટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર) દ્વારા પ્રસંગોયિત આંતરરાષ્ટ્રીય દિવસો અથવા કાર્યક્રમોનું વિષયવસ્તુ જાહેર કરવાની પ્રથા છે, જે અન્વયે, સભ્ય રાષ્ટ્રોની સરકારો, સામાજીક સંસ્થાઓ, જાહેર તેમજ ખાનગી સંસ્થાઓ, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત પ્રબુધ નાગરિકો સદરહુ વિષયોચિત જનજાગૃતિના કાર્યક્રમો યોજે છે.
વર્ષ ૨૦૦૯માં, સંયુક્ત રાષ્ટ્રની સંપન્ન થયેલ સામાન્ય સભામાં ઠરાવ કરીને, પ્રતિ વર્ષ રરમી એપ્રિલના દિનને આંતરરાષ્ટ્રીય ધરતીદિન તરીકે ગણવાની જાહેરાત કરી છે. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી, યુનાઇટેડ નેશન્સને બદલે, અમેરિકા સ્થિત ‘અર્થ ડે નેટવર્ક’ નામની ખાનગી સંસ્થાએ, તેઓના અર્થડે.ઓઆરજી હેઠળ નોંધાયેલ બ્રાન્ડનામ સાથે. ધરતીદિનની ઉજવણીનું સંચાલન કરવાનું ચાલુ રાખ્યું છે. સદરહુ સંસ્થા દ્વારા ધરતીદિન-૨૦૨૫નું અંગ્રેજીમાં વિષયવસ્તુ, ‘અવર પાવર, અવર પ્લેનેટ’, ઉપરાંત, તેને લગતા ધ્યેયનું સૂત્ર. કલેક્ટિવ એકશન ફોર અ ક્લિનર ટૂમોરો’, મુજબ પણ જાહેર કર્યું છે.
આમ, વિષયવસ્તુ તરીકે, આપણી પૃથ્વી, આપણી પોષક-ઊર્જા, અને ધ્યેય સૂત્ર તરીકે, ‘આવતીકાલને વધુ સ્વચ્છ બનાવવા, સામૂહિક પગલાં ભરીએ’, એવું ગુજરાતીમાં સરળપણે સમજી શકાય. આ સિદ્ધિ હાંસલ કરવા માટે વર્ષ ૨૦૩૦ સુધીમાં, વૈશ્વિક સ્તરે ઉત્પન્ન થતી ગ્રીન-ઊર્જાની ક્ષમતા ત્રણ ગણી કરવાનું લક્ષાંક ઠેરવ્યું છે. બિનપરંપરાગત ઊર્જાનો વપરાશ લોકો તેમજ જનસમુદાયો માટે હિતકારક છે, તેમજ આ ઊર્જાનો વ્યાપ વધારવાની આપણી ઇચ્છાશક્તિ મજબૂત કરવાનો ઉપયુક્ત વિષયવસ્તુનો મર્મ છે.
1/3
2
આપણે સૌ, જીવસૃષ્ટીના પ્રાણીઓ અને પ્રજાતિઓ, આપણને એક યા બીજા સ્વરૂપે મળી રહેલ સંસાધનો અને આશ્રય મેળવવાની નિર્ભરતા માટે ‘પૃથ્વી’નો માતાની જેમ પોષક તરીકે, ભારત ઉપરાંત, હવે ઘણા દેશો અને વિદેશીઓ અહેસાસ કરે છે. સૌના ઉજવળ ભવિષ્ય માટે, આપણને જીવનપોષક ઊર્જા આપતી તેમજ આપણા આશ્રયસ્થાનોને રક્ષણ પ્રદાન કરતી, ગ્રીન-સ્વચ્છ ઊર્જા, આપણી સામૂહિક સંપત્તિ હોય, તેને અપનાવવાની વૃત્તિમાં આપણી જવાબદારી રહેલી છે.
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં, પવન ઊર્જા પણ ઉત્પન્ન કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ જાહેર અને ખાનગી મકાનો, ઉદ્યોગોની છત સહિત, ખેતરો, નહેરો વગેરે ખાતે, હજારો હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા સોલર પેનલ્સના દ્રશ્યો હવે સામાન્ય લાગે છે. ગુજરાતના રહીશો થકી. આવતીકાલને વધુ ઉજવલ બનાવવાના પ્રયાસ તરફ અપનાવવામાં આવી રહેલ, આ એક મહત્વપૂર્ણ પગલું છે. રાજ્યમાં, ૧૨,૦૦૦થી વધુ ખેડૂતોએ સોલર ઊર્જાના નાના ફાર્મ બનાવ્યા છે. તેઓ કૂવાઓ અને ટ્યુબવેલનું પાણી ખેંચવાના પમ્પ માટે સોલર ઊર્જાનો ઉપયોગ કરે છે.
રસપ્રદ વાત એવી છે કે, વિદ્યુત બોર્ડની હાલની વીજળી ગ્રીડમાં, આ ખેડૂતોની બિનવપરાશની સોલર ઊર્જાની વીજળીનો નિકાસ થાય છે. આ રીતે, ખેડુતોને નિયત વળતરનો ફાયદો પણ મળે છે. ગુજરાત રાજ્યમાં એક દાયકા પહેલાં સોલર વીજળીનું ઉત્પાદન ફક્ત ૧,૦૦૦ મેગાવોટ થયુ હતું જે હવે વધીને વર્ષ ૨૦૨૪ સુધીમાં, સોલર ઊર્જાનું ઉત્પાદન ૧૦,૦૦૦ મેગાવોટથી વધુ થયું છે. આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. હવાની સ્વચ્છતા જાળવવામાં તેમજ ખનીજ કોલસાના વપરાશમાં ઘટાડો કરવામાં આવા પ્રયાસો મદદરૂપ બને છે. ધરતી માતાની થઇ રહેલ ઉપેક્ષાને બદલે, તેની કાળજી રાખવામાં, આવા પગલાં હિતકારક બનશે.
.
ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૩માં હાથ ધરેલ એક અભ્યાસમાં થયેલ અવલોકન મુજબ, ગુજરાતના બિનપરંપરાગત ઊર્જા અપનાવવા તરફના વલણથી, વાર્ષિક કાર્બન ઉત્સર્જનમાં લગભગ ૧૫૦ લાખ ટનનો ઘટાડો થયો છે. ક્લાયમેટ ચેન્જની અસરો ખાળવા માટેનું આ ખરેખર એક ઉમદા પગલું છે. પ્રદૂષણ, અસ્થમા રોગના કિસ્સાઓ ઘટાડવા તેમજ પાણીની ગુણવત્તા સુધારવા પણ આવા પગલાં ચોક્કસ મદદરૂપ બનશે. હાલમાં, સુધારો થઇ રહેલ હવાની ગુણવત્તાથી આવનાર વખતમાં, ભૂલકાઓ તેમજ આવનારી પેઢીના ઉછેર માટે વધુ સારી તકો હશે. ગુજરાતમાં કાપડ, રસાયણો, સિરામિક્સ સહિત ઘણા ઉદ્યોગો, હજુ પણ અશ્મિભૂત ઇંધણ પર ખૂબ આધારિત છે. ગુજરાત સરકારની બિનપરંપરાગત ઊર્જા નિતિ મારફતે વર્ષ ૨૦૩૦ સુધીમાં બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદનની ક્ષમતા ત્રણ ગણી વધારવા પગલાં લેવાનો હેતુ છે.
ગુજરાતમાં, છેલ્લા ઘણા વર્ષોથી જુદી જુદી બિનસરકારી ખ્યાતનામ સંસ્થાઓ દ્વારા ધરતીદિન નિમિત્તે કાર્યક્રમો યોજાય છે. જેમાં નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર, અમદાવાદમાં સક્રિય પર્યાવરણ મિત્ર, તેમની ગ્રીન કેટાલિસ્ટ બ્રિગેડ, તેમજ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર-અમદાવાદ, ઉપરાંત, સત્તામંડળ એવી જીપીસીબી અને તેની ૨૭પ્રાદેશિક કચેરીઓ, સાથોસાથ કેટલાંક વિસ્તારોના સક્રિય ઉદ્યોગ મંડળો, શૈક્ષણિક સંસ્થાઓ. ગાંધીનગર સહિત કેટલીક શાળાઓ દ્વારા પણ ધરતીદિનના કાર્યક્રમો થકી જનજાગૃતિનો ઉમદા પ્રયાસ થાય છે. વધુમાં, કેટલીક ઉપરોક્ત સંસ્થાઓ સહિત, ઉદ્યોગો વગેરે દ્વારા પ્લાસ્ટિક અને ઈ-વૅસ્ટ કલેક્શન ઉપરાંત પર્યાવરણીય મુદ્દાઓ પર રોપારોપણ તેમજ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થાય છે. સુરતમાં વિચારપ્રેરક ઘટના બની છે. જેમાં, કાપડ કામદારોને સોલર ડ્રાયર્સની પદ્ધતિ અપનાવી ઊજા ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
કદાચ, એવું પણ નોંધવું યોગ્ય છે કે, ઘણા ફેરિયાઓ મોડી સાંજે તેમની હાથલારીઓ પર એલઇડી લાઇટ લટકાવતા જોવા મળે છે. આ મહેનતુ વર્ગ પણ ઉજાસ માટે દિવસ દરમિયાન એકાદ સોલર પેનલથી ચાર્જ કરાયેલ પોર્ટેબલ બેટરી સાથે વાયર જોડવાનો જુલાડ કરીને ગુજરાન કરે છે. તેમને ઉચિત સહાય આપી પ્રોત્સાહિત શકાય છે. આવા નાના નાના પગલાં, ચોક્કસપણે આપણી ધરતીમાતારૂપ પૃથ્વીને સ્વસ્થ કરવામાં મદદરૂપ બને છે. તેમના આ કાર્યો ગ્રીન ગુજરાત મિશનને આગળ ધપાવવામાં મદદરૂપ બને છે, તેવું પણ કહેવાય છે.
તાજેતરમાં, કેટલાંક યુવાનોને પર્યાવરણીયા મુદ્દે નવી કેડી કંડારતા એવી પણ ચર્ચા કરતા જોયા છે, જેમાં, શહેરી વિસ્તારોમાં ઝડપથી બંધાઇ રહેલા ઊંચા ઊંચા ટાવર્સની ખુલ્લી દિવાલોની જગ્યામાં, મફતમાં મળતી સોલર ઊર્જા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય? હાલમાં બનાવવામાં આવતી ભારેખમ સોલર પેનલને બદલે લિનન અથવા ગ્રીન નેટના કાપડની જેમ, સરળતાથી ગોળ વિટાળી શકાય કે ફોલ્ડ કરી શકાય તેવા પડદાની માફક લટકાવવા બનાવી શકાય? યુવાનોના આવા વિચારોનું પણ સ્વાગત કરીને તેમને પ્રોત્સાહિત કરીએ. તેમજ નાવિન્ય કાર્ય કરવા તક આપીએ. કદાચ, સ્થાનિક એનજીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓને પર્યાવરણીય સંબંધિત આવા નવતર કાર્યો કરવા માટે વધુ સહાય કરવી લેખે લાગશે.
આપણે સૌ જાણીએ છીએ કે, સંવત વર્ષના માહે વૈશાખ સુદ ત્રીજ, ‘અખાત્રીજ’ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ધરતીપૂત્રો- ખેડૂતો પરંપરાગત રીતે તેમના ખેતરોમાં જઈને ધરતીમાતાની પૂજા કરે છે. ત્યારબાદ, ચોમાસાની ઋતુ પૂર્વેની ખેત પ્રવૃત્તિઓ શરૂ કરે છે. અગાઉના વિતેલા વર્ષોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, છેલ્લા કેટલાંક વર્ષોથી, યુએન કે તેની ભગીની યુએનઇપી સંસ્થા દ્વારા, ૨૨મી એપ્રિલ- વિશ્વ ધરતીદિન નિમિત્તે, તેમના સત્તાવાર કાર્યક્રમોમાં કોઇ પ્રકારે ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી. વળી, આપણે વર્તમાન તેમજ આવનાર પેઢીને, નોખી પરંતુ સખત મહેનતું પ્રવૃત્તિઓમાં જોડાયેલ ધરતીપૂત્રો ગણાતા અન્નદાતા એવા ખેડૂતોના યોગદાનનો અહેસાસ, ઉપકાર અને આદર કરાવી શકાય તેવા સંજોગોમાં, ગુજરાત રાજ્યના પર્યાવરણ વિભાગે, દર વર્ષે અખાત્રીજના દિવસને ગુજરાતના ધરતીદિન તરીકે જાહેર કરવું જોઇએ.
માતાની જેમ આપણી પોષક-ઊજાનો કુદરતી સ્રોત તરીકે પૃથ્વી જ છે. સાથોસાથ, પૃથ્વી તમામ જીવસૃષ્ટીની આશ્રયદાતા પણ છે. આથી, આપણે સૌ તેના ઋણી છીએ, જેથી ચાલો, ધરતીમાતાને હાનિ કરતા પરિબળો સામે તેને સુરક્ષિત કરતા રહીએ.
(આ લેખ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ -જામનગરના રીજનલઓફીસર
શ્રી જી.બી.ભટ્ટએ સર્ક્યુલેટ કર્યો)
__________________________
—regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com




